________________ 134 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (10) નિર્ટ્સસં –નૃશંસ એટલે દૂર-લજજા શરમ વિનાના માનવના ભાગ્યમાં અસત્ય બેલવા સિવાય બીજો ક્યો માર્ગ? માટે જ આવા માનવે ક્યાંય પણ વિશ્વસનીય, પ્રશંસનીય, આદરણીય, માનનીય પણ બની શકતા નથી, તે પછી પૂજનીય કેવી રીતે બની શકવાના હતાં? દેવદુર્લભ મનુષ્યાવતારમાં, ભલે આપણે નરક ગતિને ત્યાગ કરીને આવ્યા હોઈએ, કે માતા-પિતા તથા મિત્રેના સંસ્કાર પણ ગમે તેવા પ્રાપ્ત થયા છે, તે પણ આત્મા યદી પિતાના ભાનમાં, શાનમાં સ્થિર થઈ જાય તે ગમે તેવી બેટી આદતેને લાત મારી ભગાડી શકે છે. જોઈએ છે કેવળ આત્મવિશ્વાસ, મન અને ઇન્દ્રિયેનું કડકાઈપૂર્વકનું દમન અને શનૈઃ શનૈઃ સંત મહાપુરૂષને સહવાસ, બેટા કને કર્તાપણ આત્મા છે અને તેમને સમૂળ નાશ કરી સિદ્ધશિલાને પ્રાપ્ત કરનારો પણ આત્મા જ છે. ચંડકૌશિક નાગરાજને આત્મા જ્યારે સમજી ગયા અને સંયમ (HIMSELF)ના માર્ગે આવી ગમે ત્યારે આઠમે દેવલેક પ્રાપ્ત કરવામાં પણ વાર લાગી નથી; તે પછી મનુષ્ય ધારે તે શું ન કરી શકે ? (11) અપશ્ચયકારગ –અપ્રત્યય એટલે આજે કે કાલે પણ સર્વત્ર અવિશ્વાસ ઉત્પન્ન કરાવનાર મૃષાવાદ છે. સારાંશ કે અસત્યના પાયા પર જીન્દગીની ઈમારત (મકાન) ઉભું કરનારે ગમે તે રાજનૈતિક હોય કે ધાર્મિક હોય, કોઈને ક્યારેય પણ વિશ્વાસ પ્રાપ્ત કરી શકતું નથી. ત્યારે “માનવ જીવનની કિંમત શું?”