________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 133 કરે, વિશ્વાસઘાત કર, બીજાઓને ધર્મના બહાને તથા વ્યાપારમાં લાભની લાલસા આપીને તેમની સાથે છેતરપિંડી કરવી તે સાતિ કહેવાય છે. આ બંનેને પિતાના જીવનમાં ઓતપ્રેત કરી માયામૃષાવાદ, કપટ, ધૂર્તતા અને દંભ આદિ દ્વારા વારંવાર બીજાને શીશામાં ઉતારવા આદિ કર્મો અસત્ય જીવનના સ્વભાવ છે, જે સર્વથા ત્યાજ્ય કર્મ છે. (9) નય જણ નિસેવિયં –જેઓ જાતિથી, કુળથી, ખાનદાનીથી અને આચાર-વિચાર તથા ઉચ્ચાર આદિ ગુણોથી હીન-કમર માને છે, તેઓનું જીવન અસત્યપ્રાચર્ય હેવાથી તેમની ભાષા, વ્યવહાર, વ્યાપાર આદિમાં અસત્યવાદ સ્પષ્ટ દેખાઈ આવે છે. તે દુર્ગુણે જ્યારે મર્યાદાથી બહાર વધી જતાં હોય છે ત્યારે મૃષાવાદ સાથે માયાનું મિશ્રણ થતાં માયામૃષાવાદપૂર્વકને વ્યવહાર બનતાં જાણીબુઝીને લાભ થાય કે ન થાય પણ બીજાઓને ઠગવામાં તેઓ ઘણા જ હોંશિયાર હોય છે. જે ભાગ્યશાળીઓ જાતિ, કુળ, ધર્મ અને ગુણેથી સમ્પન્ન છે, એટલે કે સંતસમાગમ કે સ્વાધ્યાયબળે પિતાના આચાર-વિચાર અને ઉચ્ચારમાં સ્વછ છે તેમને જૂઠ બલવાનું કંઈ પણ પ્રજન નથી હોતું. પરંતુ જેઓ નાની ઉમરથી જ ગંદા સહવાસ, ગંદી આદત અથવા માતા - પિતાએના બેટા સંસ્કારોના કારણે ખાનદાની ધર્મથી નીચે ઉતરે છે ત્યારે સૌથી પહેલાં જૂઠ બોલવાની આદત પડે છે. આ કારણે જ અસત્યવાદી માનવના સ્વભાવમાં નીચતા, ધૃષ્ટતા, કુરતા અને તુચ્છતાને પ્રવેશ સુલભ બને છે.