________________ 132 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) અલિય: અસત્ય ભાષણ-કે વ્યવહાર કરનારે લગભગ નિષ્ફળ બને છે અર્થાત્ તેને બધોય કિયા કલાપ ફળ વિનાને રહેશે. તે ચાહે સાક્ષર કે નિરક્ષર હેય, પડિત કે મહાપંડિત હોય, ભગવાનને પરમ ભક્ત હોય કે ન હોય, તપસ્વી હોય કે સંયમી હેય પિતાની સાધનામાં શી રીતે સફળ બનશે? તેમનાં શુદ્ધાનુકાનમાં શુદ્ધતાને અંશ કેવી રીતે ટકવા પામશે? અને ન ટક્યો તે તેમના વ્યક્તિત્વ તથા વસ્તૃત્વ સંસારને સમ્યગુજ્ઞાનની બક્ષીસ કઈ રીતે આપશે? આ કારણે જ દેવાધિદેવ પરમાત્મા, મહાવીરસ્વામીએ કહ્યું કે, અસત્ય વચન જેમ નિષ્ફળ છે, તેમ તેના માલિકનું જીવન, ભણતર, ગણતર, હુશીઆરી, બહાદુરી અને ચાલાકી પણ નિષ્ફળ હેવાથી ભારરૂપ બનશે. પિતાની રૂપ છટામાં, વાફ છટામાં, સંસારને ગમે તેટલા ભરમાવી લઈએ તે પણ સામેવાળાને જ્યારે ખબર પડશે, ત્યારે તેમને વિશ્વાસ આપણા ઉપરથી ખતમ થઈ ગયે હશે માટે અસત્ય ભાષણમાં ઈશ્વરને આશીર્વાદ કે સાક્ષાત્કાર નથી, પરંતુ કેવળ આત્મછલના છે. (8) નિયડિ–સાતિ–ભેગબહુલે - નિયડિ નિકૃતિ એટલે અસત્યમય આચરણ, ભાષણ અને વ્યાપાર દ્વારા હજારો પ્રકારે કરાયેલા દુષ્કર્મો તથા દુરાચારને છુપાવવા માટે ધમપછાડા કરવા, ફરીથી જૂઠ પ્રપંચ કરવા આદિ પાપને નિકૃતિ કહેવાય છે. સાતિ અર્થાત અવિશ્વાસ