________________ 128 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લઈ જીવન ઉન્નત હોય, પણ ઉમ્રમાં જેમ જેમ જુવાનીના રંગ વધતાં જાય છે, તેમ તેમ વિષય-વિલાસ તથા દ્રવ્ય અને ભાવ પરિગ્રહમાં આત્મા પણ ફસાતે જાય, રંગાતે જાય અને સ્વભાવમાં હીનતા, દીનતા, તુચ્છતા, ગૌરવ હીનતા આદિને પ્રવેશ થતું જાય છે. ત્યાર પછી તે તેના બેલવામાં, લખવામાં, ઈશારામાં, વિચાર અને આચારની અવનતિ અને તેનું અવમૂલ્યન થતું જાય છે માટે આવા માણસને અસત્યવાદી કહ્યાં છે. “કેઈક સમયે સાચું બોલવું જોઈએ, “સાચામાં સમક્તિ વસે...” આ ટકશાળી વચનેને વાગોળતે પણ હોય છે. પરંતુ સંસારની માયાને રંગ તે વાક્યોને આચારમાં ઉતરવા દે તેમ નથી. (2) ભયંકર“સ્વમિન પરસ્મિન ચ ભયંકરેતીતિ ભયંકર પિતાના આત્મામાં અને પારકા જીમાં ભયને ઉત્પન્ન કરનાર માનવ ભયંકર હોવાથી મૃષાવાદી જ છે. ચેરીના, કાળાબઝારના, વ્યાજવટાવના ગોટાળા તથા ભેળસેળના વ્યાપારના હિસાબ-કિતાબ જૂઠા રાખનારા માનવોને ઉંધમાં તથા ધાર્મિક સ્થાનમાં બેઠા હોય તે પણ સરકારી અફસરેના ભયને લઈને તેમના હદયના ધબકારા રેસના ઘોડાની જેમ જોરજોરથી ચાલતા જ રહે છે. સંવત્સરી પ્રતિક્રમણના બે કલાક પહેલા જ ઓલ ઇન્ડિયા રેડિઓ બ્રેડકાસ્ટ કરી જાય કે, “સો સેની નેટ ચલણમાંથી રદ કરાય છે ત્યારે પ્રતિક્રમણની દશા જેવા જેવી થયા વિના રહેવાની નથી. મૈથુનકર્મમાં પૂર્ણરૂપે