________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 127 ફેરફાર થવાનું કારણ શું અને બેલવામાં કયાં કયાં થાપ ખાઈ જાય છે, આ બધી વાતને સંસારવતી જીવાત્માઓના કર્મોને, કર્તવ્યને, તેમની પ્રત્ર અને ભાવ પ્રવૃત્તિઓના જ્ઞાતા, કેવળજ્ઞાનના માલિક, શ્રી સુધર્માસ્વામીએ જમ્મુસ્વામીજીને કહ્યું કે, હે આયુષ્યમાન ! અસત્યવાદી માનના સ્વભાવ કેવા હોય છે? તે પરમાત્મા મહાવીરસ્વામીએ જે કહ્યું હતું કે હું તને કહી સંભળાવું છું, તે તું સાવધાન થઈને સાંભળજે. મૃષાવાદી જીવોના સ્વભાવ : (1) લઘુસ્વક-લઘુ ચપલ ભણિત : આ પદમાં લઘુ+સ્વક+લઘુ ચપલ અને ભણિત શબ્દને સમાસ છે. લઘુ શબ્દને અર્થ નીચ, તુચ્છ અને ગૌરવ રહિત થાય છે, સ્વક અર્થાત્ આત્મા. - સરળાર્થ, નીચ, તુચ્છ, ગૌરવ રહિત હીન માણસે કરતાં પણ વધારે ખરાબ માણસો ચંચલ મનવાળા હોવાથી તેમની જીભેથી બેલાતા શબ્દો પર કેઈને પણ વિશ્વાસ રહેતું નથી. અત્યારે તેવા માણસે શું બેલે છે? અને પાંચ મિનિટ પછી તે જ વાતને કેવી રીતે ફેરવશે? પાંચ માણસની વચ્ચે બોલવાનું અને ખાનગીમાં બેસવાનું જુદું હોય. તેવા માણસોનું બેલવું-ભસવું તે મૃષાવાદીને પહેલે સ્વભાવ છે. અથવા જીવનના પ્રારંભમાં માતા પિતાઓના સારા સંસ્કારને