________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 125 પ્રથમ કહેવાઈ ગયું છે તેમ તીવ્રતમ કષાય ભાવેને લઈ બાંધેલા, નિકાચિત કરેલા, ચિરસ્થિતિ અને રસમાં કટુતમતા લાવેલા કર્મોને નરક તથા તિર્યંચ ગતિમાં ભેળવી લીધા પછી પણ શેવ કર્મોને ભેગવવા માટે કદાચ મનુષ્યગતિમાં અવતરી પણ લે, તે પણ તેમના રૂપરંગ કેઈને પણ ન ગમે તેવા કદરૂપા હોય છે. શરીરમાં ખૂધ, એક પડખે ખેડ, ઠીંગણપણું, કાને બધિર, આંખે કાણુ, હાથે ઠુંઠા, પગે લંગડા, અંગે પાંગ ખેડખાપણવાળા, મૂંગા, તેતડા, આંધળા ઉપરાંત બીજી બિમારીઓ પણ તેમને હોય છે. ટૂંકી આયુષ્ય મર્યાદા વાળા એટલે કે માતાની કુક્ષિમાં મરી જનારા કે બાલ્યકાળમાં મૃત્યુને ભેટનારા કે મશીનથી મરવાવાળા બને છે. શરીરની રચના ખરાબ, હાડકાઓની કમજોરી, પ્રમાણ રહિત શરીર, મોઢા પર ધુમડા, આની વિકૃતિ, નાકની ખરાબી આદિ તેમના ભાગ્યમાં રહે છે. કદાચ શરીરની સુરૂપતા હશે તે ગરીબાઈના દુઃખે, ઘરના કલેશે, મારપીટ, લડાઈ-ઝઘડા તેમને છેડે તેમ નથી. સારાંશ કે-મનુષ્યાવતારમાં પણ તેઓ સુખનો શ્વાસ લઈ શકે તેમ નથી. માટે આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં છેલ્લો શ્વાસ પૂર્ણ કરી પાછા દુર્ગતિના માલિક બને છે. આ કારણે જ તીર્થંકર પરમાત્માઓએ પ્રાણવધને ચંડ, રૌદ્ર, શુદ્ર, સાહસિક, અનાર્ય આદિન વિશેષણથી વિશેષિત કરીને ફરમાવ્યું કે, હે માનવ! તું પ્રાણીહત્યાને ત્યાગ કરજે. આ પ્રમાણે સુધર્માસ્વામીજીએ જબુસ્વામીને કહ્યું. " ! ફુલ્ય - " - પ્રાણુવધ નામનું પ્રથમદ્વાર પૂર્ણ.