________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 97 કરતાં પિતાના હાથમાં રહેલા તીર્ણ ભાલાને કુંભીપાકમાં જોરથી નાખે છે અને ઉકળતા તેલમાં તળાયેલી પુરી જેમ સળીયાથી વિધાય છે તેમ નારક જીવ પણ વિધાઈ જાય છે, ચીસે પાડે છે, અને તે અસુરો તેમને બહાર કાઢે છે. જન્મતાં જ અધમુઆ થયેલા તેમને બહાર કાઢે છે અને લેઢાના વાસણમાં નાંખે છે. ચોખાની જેમ રાધે છે, ત્યાંથી કાઢીને ઉકળતા તેલની તાવડીમાં માલપુઆ, પુરી કે ભજીયાની જેમ તળે છે, ચણાની જેમ સેકે છે, કાઠાઓની જેમ ઉકાળે છે. ત્યાર પછી તેમના ટૂકડે ટૂકડા કરીને કાગડાઓને ખવડાવે છે, આટલું થયા પછી પણ તેમનાં વૈકિય શરીરો પારાની જેમ પાછા ભેગા થઈ જાય છે. લેખંડના કાંટાવાળા શાલ્મલી (સેમર) વૃક્ષના કાંટાઓ ઉપર તેમને ચલાવવામાં આવે છે, વસ્ત્રની જેમ ફાડી નાખે છે, કરવત જેવા શસ્ત્રોવડે ચીરવામાં આવે છે, હાથ પાછળ રખાવીને બાંધે છે, લાઠીઓ વડે મારે છે, બળાત્કારે તેમને ગળે બાંધીને ઝાડની ડાળ ઉપર તેમને લટકાવી દે છે, તીક્ષણ શૂલ, ભાલા આદિથી તેમને વીંધવામાં આવે છે, લલચાવીને વિશ્વાસમાં લઈ અતિશય વેદનાજનક સ્થાન પર લઈ જવામાં આવે છે, નવા ઉત્પન્ન થયેલા નારકને જૂના નારકે બળજબરીથી ગરમાગરમ રેતમાં ચલાવે છે, જ્યારે તેઓ તરસ્યા થાય છે ત્યારે બનાવટી જળાશય બતાવીને તેમને અહિથી તહિ દોડાવે છે, તિરસ્કાર કરે છે, “તારા કરેલા પાપને ભેગવ” એમ કહી તેમને દબદબાવીને વધસ્થાન પર લઈ જાય છે. આ પ્રમાણે નારક જીવે નરક