________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 101 પરમાધામીઓનું સ્વરૂપઃ પ્રથમ નરક ભૂમિની 1,80,000 એક લાખ એંશી હજારની જાડાઈમાંથી પ્રારંભમાં એક હજાર જન છોડ્યા પછી ભવનપતિદેવના ભવને આવે છે, જે દશ ભેદે છે. તેમાં જે અસુરદે છે તેમાંથી 15 પ્રકારના અસુરોઃ અંબ, અંબરીશ, શ્યામ, બિલ, રૂદ્ર, ઉપરૂદ્ર, કાળ, મહાકાળ, અતિ, અસિપત્રવન, કુંભી, વાલુકા, વૈતરણું, ખરસ્વર અને મહાઘેષ નામે પરમાધામી કહેવાય છે. તેઓ ગત ભમાં અત્યંત સંક્ષિણ અધ્યવસાયેના કારણે ફરી ફરીથી પાપકર્મો કરવામાં જ રસવાળા હોય છે અને તે ભવ પૂર્ણ કરી અસુર ગતિના પરમાધામી બને છે. નામ પ્રમાણે જ તેમને સ્વભાવ હોવાથી અત્યંત ખરાબરૂપે અધમ, પાપી, નિધૃણ, અનંતાનુબંધી કષાયવાળા, દયા વિનાના અને કસાઈ કરતાં પણ વધારે પડતાં ખરાબ (ભૂંડા) હોય છે. મિથ્યાદષ્ટિના ઘેર અંધકારમાં ફસાયેલા હોવાથી દયાને અંશ પણ તેમનામાં હેતું નથી. માટે જ નારકેને દુઃખી અને મરણસન્ન અવસ્થામાં રહેલા જોઈને તેમને ઘણે જ આનંદ આનંદ થાય છે. આ કારણે સામે દેખાતા નારક જીને પિતે મારે છે, પરસ્પર લડાવે છે. આવું તે શા માટે કરે છે? જવાબમાં જાણવાનું કે તેમને પાપકર્મોને કરવા તથા કરાવવામાં જ તીવ્રતમ રસ હોય છે. દેવગતિના દિવ્ય ભેગે અને પૌગલિક સુખે મળ્યા છતાં પણ વૈરાનુબંધમાં પૂર્ણરૂપે ફસાયેલા હોવાથી દિવ્ય સુખ ભોગવવા કરતાં તેમને નારક અને સંતાપ દેવામાં ખૂબ જ રસ પડે છે.