________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 115 છે પિતાનાં કરેલાં કર્મો, દુઃખ અને સુખોને ભેગવતાં પણ આપણને પ્રત્યક્ષ છે. ચેતનાશક્તિ એટલે શરીરમાં હાનિ-વૃદ્ધિ તથા દુઃખના સમયમાં મનુષ્યની જેમ જેમની આંખમાંથી પાણી ટપકે, જીભ બહાર આવે, મૃત્યુસ્થાન પર પુરૂષ વિશેષની બળજબરી સિવાય, કોઈ પણ પશુ પંખી જવા ઈચ્છતું નથી. પાંજરામાં પૂરાઈ જવા માંગતે નથી, માટે જ તે ચારપગા પશુઓ અને પાંખવાળા પંખીઓ જીવાત્માએ કહેવાય છે. કેમકે મનુષ્યની જેમ તેમના શરીરમાં પણ ઈન્દ્રિયે છે, મન છે અને દુઃખ તથા મૃત્યુથી દૂર ભાગવા માટે ચેતનવંતે આત્મા છે, તેમ માન્યા વિના બીજે માર્ગ નથી. કેવળ તેમના કર્મો ભારી હેવાથી શરીરની રચના એક સમાન નથી. માટે કઈ ચાર પગા, બે પગા, છ પગા, સે પગા, કેઈ હાથે ચાલનારા, કોઈ છાતીએ ચાલનારા જીવોને આપણે નજરે જોઈ શકીએ છીએ. દેવ અને મનુષ્ય કરતાં તેમના પાપકર્મો વધારે ખરાબ હોવાથી તેઓ બેલી શકતા નથી, પ્રતિકાર કરી શક્તા નથી, દેરડામાં બંધાયેલા હોવાથી કેટેના દ્વારે જઈ મનુષ્ય પર દાવ માંડી શકતા નથી. ભૂખ-તરસ, ઠંડી-ગરમી ઉપરાંત બીજા પ્રકારના દુઃખો તેમને હેરાન-પરેશાન કરે છે, ડેડાના માર, ગળામાં અને પગમાં દોરડા કે લેઢાની સાંકળ પડેલી હોવાથી તે બિચાગ મૂંગા જીવોને રીબાવવાનું અને માનસિક ત્રાસ સહન કરવાનું જ રહે છે. ભયંકર જંગલમાં તેઓ જન્મે છે, જ્યાં ચારે બાજુથી તેમને મરણુભય સતાવતે જ હોય છે.