________________ 122 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રકૃતિમાં સૂક્ષમ નામકર્મના ઉદયવતી જીવોને સૂક્ષ્મ જાણવાં. જે ચર્મચક્ષુથી સર્વથા અદશ્ય છે, તથા અ છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અકલેદ્ય હોય છે. કેવળ અસંયમી, અવિરતિ, કષાયી અને પ્રમાદી માનવ જ પિતાના માનસિક પાપના પરિણામથી તેમની હત્યાના નિમિત્ત બને છે. કાજળની ડાબલીમાં ભરેલા કાજળની જેમ પૂર્ણ બ્રહ્માંડમાં પૂર્ણરૂપે આ છ વ્યાપ્ત છે. તથા બાદર નામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું એકેન્દ્રિયત્ન આપણે સૌ જોઈ શકીએ છીએ. આમાં પણ પર્યાપ્ત અને અપપ્તરૂપે બે ભેદ છે. પિતાને ગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત અને તે પહેલા મરી જાય તે અપર્યાપ્ત કહેવાય છે, જેમાં નામકર્મ કામ કરી રહ્યું છે. વનસ્પતિકાયના પણ સાધારણ અને પ્રત્યેક બે ભેદ છે. સાધારણ નામકર્મને લઈ સાધારણત્વ અને પ્રત્યેક નામકર્મને લઈ પ્રત્યેક વનસ્પતિને અવતાર પામે છે. એક જ શરીરમાં અનંત જીવે રહે તે સાધારણ અને એક શરીરમાં એક જ જીવ રહે તેને પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુમાં અવતરેલા છે અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણ કાળ સુધી ત્યાં જ જન્મ-મરણરૂપે જીવન પૂર્ણ કરે છે, જ્યારે સાધારણ વનસ્પતિમાં ગયેલ છેને અનંત ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળ પૂર્ણ કરવાને રહે છે. સર્વથા અનિષ્ટ અને દુઃખ સમુદાયને ભેગવતા વારંવાર ત્યાં જ જન્મ અને મરણ પામે છે. તેમની કાયસ્થિતિ તેવા પ્રકારની નિયત હવાથી ન કલ્પી શકાય તેટલે લોકાળ ત્યાં પૂર્ણ કરે છે.