________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 113 નિમિત્તને લઈ રામજીભાઇએ, શામજીભાઈ ઉપર ક્રોધ કર્યો. ત્યારપછી યદિ સારી ભાવનાથી તે કેળની શાન્તિ કરવામાં ન આવે તે શામજીભાઈ સાથેનું વૈર વધતું જશે, અને અવસર આવ્યે તેમને મારવાની અણી પર રામજીભાઈ આવી જશે. આ પ્રમાણે ઉત્પન્ન થયેલે ક્રોધ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ધીમે ધીમે વધતે જશે, પરિણામે આ વૈર કર્મ કેટલાય ભ સુધી રામજીભાઈને માર ખવડાવ્યા વિના, રેવડાવ્યા વિના છેડે તેમ નથી. દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામી જ્યારે ૧૮મા ભવે વાસુદેવ હતા ત્યારે “મારી આજ્ઞા શય્યાપાલકે કેમ તેડી?” આટલા નજીવા કારણે જ કે, કષાયમાં લાલ પીળા થયેલા વાસુદેવે શય્યાપાલકના કાનમાં સીસુ રેડાવી દીધું. પરિણામ શું આવ્યું? 80 સાગરોપમ જેટલું લાંબે સમય વીત્યા પછી પણ ગોવાળીયાના રૂપમાં અવતરેલા તેને જ્યારે મહાવીરસ્વામીને કાનમાં ખીલા ઠેક્યાં પછી જ કેવળજ્ઞાનના માલિક બની શક્યા હતા. આ પ્રમાણે નારકો પણ નરકગતિમાં ત્રણ પ્રકારની વેદનાઓને પેટ ભરીને ભેગવી લીધા પછી, તિર્યંચગતિને પામવાની તૈયારીવાળા તેઓ પશ્ચાતાપપૂર્વક નારકનું શેષ આયુષ્ય પણ દુઃખથી પસાર કરીને, શેષ કર્મોને ભેગવવા માટે તૈર્યચ બને છે. એટલે કે નરક ગતિમાંથી નીકળીને તિર્યંચ અવતારમાં જન્મ લે છે. બહુ જ થોડા છે ત્યાંથી સીધા મનુષ્ય બનતાં હશે. જ્યારે ઘણી સંખ્યાના જીવને તિર્યંચગતિમાં જ આવવું પડે છે. નરકગતિના દુઃખ ભલે સમાપ્ત થઈ રહ્યા છે તે પણ વિલંગ જ્ઞાનથી તિર્યંચ