________________ 102 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મનુષ્યાવતારમાં રહેલા પાપકર્મમાં અભિરુચિવાળા માણસે ગાયને બળદેને, પાડાઓને, શુકને, ઘેટાંઓને, બકરાઓને, કુકડાઓને, બતકને, તેતરને, કૂતરાઓને તથા મલ્લો (અખાડાબાજો)ને પરસ્પર લડાવે છે, હારજીત લગાડે છે અને લડતાં લડતાં તે જાનવર લેહીલુહાણ થાય છે, ત્યારે માનવાવ તારોના માનવ તાળીઓ પાડીપાડીને હસે છે. મિથ્યાત્વ સંસ્કૃતિમાં ફસાયેલા ભારત દેશના રાજાઓ દશેરાના દિવસે હજારો માનની વચ્ચે શરાબ પાઈને મસ્ત બનાવેલા પાડાને ટોળાની વચ્ચે રાખે છે અને હિન્દુ સંસ્કૃતિના રક્ષક, પ્રતિપાલકે રાજાએ સૌથી પ્રથમ ભાલે મારે છે, પીડાથી રીબાત પાડો જે બાજુ જાય છે, રાજાઓને ખુશ કરનારા મંત્રીઓ, શેઠ, કર્મચારીઓ, પંડિત વગેરે ભાલે મારે છે. આ પ્રમાણે તે મૂંગું પ્રાણી દશેરા જેવા પવિત્ર દિવસમાં કે નવરાત્રિમાં, વિના મોતે મરે છે અને રાગ-દ્વેષથી વ્યાપ્ત બનેલા અને અકુશલ કર્મોને કરનારાએ તાળીઓ ઉપર તાળીઓ પાડીને ખુશી મનાવે છે. તેવી જ રીતે પરમાધામી અસુદેવો પણ દયાપાત્ર નારકોને જોઈને ખુશીના માર્યા કૂદાકૂદ કરે છે, રૂમાલને ઉચ્ચ ઉડાડે છે અને જોરશોરથી સિંહનાદ કરે છે. આવા પરમધામીએ કયા કમેં થાય છે? તેઓ ગતભવેમાં માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્યમાં મસ્ત બનેલા હોવાથી તવાતિતીવ્ર કષાયભાવને ઉદય અને ઉદીરણાવાળા હોય છે. મરતી વખતે પણ પિતાના