________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 109 વાઘ, સિંહ, વિષ્ણુ, નેળીયા, કાનખજુરા, આદિ કીડાઓ પણ તેમને કોરી ખાય છે. ડખ મારે છે. તે સમયે તેમની વેદનાઓ તેમના સિવાય બીજો કોઈ પણ કઈ રીતે જાણી શકશે? વૈકિયલબ્ધિસમ્પન્ન નારકના જીવે, સામેથી, પાછળથી, જમણી કે ડાબી બાજુથી આવનારા બીજા નારકોને જોઈને ભયગ્રસ્ત થાય છે અને પૂર્વ ભવના વૈકર્મોને યાદ કરે છે, તથા કાગ, વાઘ, સાપ, મેર, ગીધ આદિના રૂપાન્તરે કરીને સામેવાળા શત્રુને પરાસ્ત કરવા માટે કે પોતાની જાતને બચાવવા માટે વિશેષ પ્રયત્ન કરે છે. બંનેમાંથી કોનું વૈર બળવત્તર છે તે ઉપર આધાર રાખે છે. આછા પાતળા વેરવાળે બિલાડાનું રૂપ લેશે તે સામેવાળા ગાઢ વૈરવાળા હશે અને તેઓ કૂતરા આદિન રૂપ ધારણ કરી બીલાડાને ચૂંથી ચૂંથીને અધમુઓ કરશે. બીજી કલ્પનાઓ અન્યત્ર કરી લેવી. આ પ્રમાણે પિતાના આયુષ્યકાળ પર્યન્ત આંખના પલકારાના સમય જેટલી પણ સુખશાતા, સમાધિ, આરામ તેમનાં ભાગ્યમાં નથી. કેવળ તીર્થંકર પરમાત્માના જન્મ સમયના એક સમય પૂરતું જ અજવાળું ત્યાં થવા પામે છે. નારકોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હશે? જવાબમાં જાણવાનું કે, નરકભૂમિમાં રહેતા નારકોને યદિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હોય, તે ત્રણ કારણેને લઈને થશે, તે આ પ્રમાણે -