________________ 110 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (1) જાતિસ્મરણ જ્ઞાન - ગત ભમાં સમ્યગ બુદ્ધિથી દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરેલી હોવા છતાં તેમાં રહેલી સર્જાશે કે અપાશે વિફળતાને જોવાથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા માટેની શક્યતા છે. નરકભૂમિની તીવ્રતિતીવ્ર વેદનાઓને ભેગવતાં કદાચિત્ તેમને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને ગત ભમાં આરાધનાની આડમાં કરેલી વિરાધના–આશાતનાના ખ્યાલ આવતાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ બને છે. માન્યું કે તેમને વિર્ભાગજ્ઞાન હોવાથી પૂર્વના 1-2-3 મે જોઈ શકે છે, તે પણ તે પ્રત્યે વિચારણા ન હોવાથી સમકિતની પ્રાપ્તિ થતી નથી. જ્યારે જાતિસ્મરણમાં તેમને વિચારપ્રવાહ આ પ્રમાણે થાય છે. | (A) સમજણપૂર્વક સર્વવિરતિ સ્વીકાર્યા પછી અદ્ધિ ગારવ, રસગારવ અને સાતાગારવના ચકાવે ચડી એક પછી એક વિરાધના કરતે ગયે. ગૃહસ્થાશ્રમની અદ્ધિને છોડી દીધા પછી પણ મુનિષમાં ધર્મના નામે કે તેની આડમાં દ્રવ્ય પાર્જન કરતે ગયે. વધારતે ગયે, બીજાને ત્યાં મૂકતે ગયે. તેમાં કદાચ રકમ સ્વાહા થઈ ગઈ તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને માલિક બન્યા. રસગારવને લઈ બીમારી તથા ઈન્દ્રિયેના પિષણ નિમિત્તે જુદી જુદી જાતના મિષ્ટાન્નો, ફરસાણમાં બેભાન બન્યા, તથા સાતગારવને ગુલામ બની શરીરને પંપાળવામાં જ રાત-દિવસ પૂરા કર્યા. પરિણામે ચારિત્રધર્મ પ્રત્યે બેધ્યાન થતે ગયે. પરિણામે વધારે પડતી અસતાવેદનીય નશીબમાં રહી.