________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 107 (4) તલ, મગફળી તથા અનાજ દળવાની મશીન દ્વારા અગણિત જીની હત્યા કરી હતી. (5) કોલસાના વ્યાપારમાં, કસાઈઓને પૈસા ધીરવામાં, વેશ્યાઓ સાથે લેવડ-દેવડ કરવામાં પાપ પુણ્યને ખ્યાલ કર્યો નથી. (6) સ્ત્રીઓને શણગારવામાં, પુત્રીઓને ફેશનાલીટીમાં રાખવામાં, પુત્રોને મજશેખ અને સાતે વ્યસનના માર્ગ બતાવવામાં, પાપ, અન્યાય અને વિશ્વાસઘાતથી મેળવેલ પૈસાને ફરીથી પાપમાર્ગમાં જ ખર્ચા છે. ઈત્યાદિ અગણિત પાપકર્મોને સ્મૃતિમાં લાવતાં જ તે નારકે “હવે અમારું શું થશે? અમને કેણ બચાવશે? ઇત્યાદિ વિચારમાં ભયવિહૂલ બનેલા નારકને તે પરમાધામીઓ ફરીથી તલવારની ધાર જેવા ઝાડને પાંદડાઓના વનમાં, કાંટાઓથી ભરેલા વગડામાં, તીક્ષ્ણ ધારવાળા પ્રસ્તરોમાં, જમીનમાં ઉભી કરેલી સોની ભૂમિમાં, અત્યંત ખારા પાણીથી ભરેલી વાવમાં, કૂવામાં, પીગળેલા સીસા અને કથીરના પાણવાળી વૈતરણી નદીમાં, લાલ રંગની થયેલી ગરમા ગરમ રેતમાં, ભયંકર આગ જેમાં લાગેલી છે તેવી ગુફાઓમાં, જેવા માત્રથી શરીરમાં ધ્રુજારી આવે તેવા તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત માર્ગમાં તે નારકને ચલાવવામાં આવે છે અને અતિશય ભારથી ભરેલા રથમાં નારકને જોડે છે અને ઉપરથી લેખંડના ડંડાઓથી માર મારે છે. બિચારા નારક એક કદમ પણ ચાલી શકતા નથી.