________________ 106 - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ પગને મરડી લે, આ તીક્ષણ શસ્ત્રથી સારી રીતે મારે, સામેના પત્થર ઉપર તે નારકને જોરથી પછાડી દો, કૂવાવાવમાં ડૂબાડી દે, માથાના વાળ પકડીને કાંટાવાળી જમીન પર ઘસેટી મારે. ઉપર પ્રમાણેની વાત સાંભળતાં જ સર્વથા શૂન્યમસ્તક થયેલા નારકોને અસુરે કહે છે કે “જવાબ કેમ આપતાં નથી ? શાની શરમ આવે છે? અને શરમ આવતી હોય તે મનુષ્યાવતારમાં માયાધ-લેભાંધ બનીને ઘેરાતિઘાર પાપકર્મોને કરતાં, શરાબપાનમાં બેભાન બનતાં, મૈથુનકર્મોમાં અલમસ્ત બનતાં, વિશ્વાસઘાત-પ્રપંચ અને શેતાન કર્મોને આચરતાં, વ્યાપારમાં લાખો-કરોડો જીવોને ઘાત કરતાં તમને શરમ નડી નહિ? તે હવે પાપના ફળને ભોગવતાં ડરો છે કેમ? રડે છે કેમ? ઉપર પ્રમાણેના ચારે દિશાઓમાં પડઘા પાડતાં દેના શબ્દોને સાંભળીને નારકે ચીચીઆરી પાડતાં ગતભવના પાપકર્મોને યાદ કરે છે. તે આ પ્રમાણે - (1) સુલભતાથી મળેલા અરિહંત દેને, પંચ મહાવ્રતધારી ગુરુઓને નમ્યા નથી, વાંદ્યા નથી, તેમનું બહુમાન પૂર્વક વૈયાવચ્ચ કર્યું નથી અને કલબમાં, હોટલમાં રેસ્ટોરામાં જઈ દુરાચારી બન્યા. (2) ખાનદાની ધર્મને ત્યાગ કરી, ગુંડાઓને પણ શરમાવે તેવા પાપકર્મો, જુગારકર્મો તથા શરાબપાનમાં મસ્ત બનીને પરસ્ત્રીગમનના પાપકર્મોને હોંશે હોંશે આચર્યા. (3) સાધુ-સાધ્વીજીઓને સહવાસ કરતાં શરમ આવી અને વિચાર–ઉચ્ચાર અને આચારથી ભ્રષ્ટ થયેલા માણસને સહવાસ કરીને અમે અમારું મનુષ્યજીવન પાયમાલ કર્યું છે.