________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 105 તમને પાણી પીવું છે! તે અમે તમને સ્વાદ અને સ્વચ્છ પાણી હમણાં જ આપીએ છીએ” એમ કહીને એગળાવેલું સીસાનું ગરમા ગરમ પાણી બળજબરીથી નારકની આ જલીમાં આપે છે, વિશ્વાસથી હાથ માંડેલા તે નારકો ઉકળતા સીસાનું પાણી જોઈને તેમને પૂરા શરીરમાં કંપારી આવી જાય છે. આંસુ ભરેલી આંખેથી તેઓ કહે છે, “અમારે પાણી જોઈતું નથી, તરસ શાંત થઈ ગઈ છે.” આ પ્રમાણે કરૂણુજનક શબ્દો બોલે છે અને ભયના માર્યા દશે દિશાઓને જૂએ છે. સર્વથા રક્ષા વિનાના, અનાથ અને દીનદશામાં મૂકાયેલા, ભયથી વ્યાકુળ બને છે. ગભરાઈ ગયેલા હરિણાની જેમ જે બાજુ ભયરહિત માર્ગ દેખાય તે બાજુ ભાગવા માંડે છે. પરંતુ કર્મરાજાની બેડીઓમાં જકડાયેલા જીવાત્માઓ ભાગીને પણ ક્યાં જવાના હતાં? જોરજુલમથી તેમને સાણસામાં ફસાવીને તથા લેખંડના ડંડાથી નારકના મુખને પહોળા કરીને તેમાં ગરમાગરમ સીસું રેડી દે છે અને ભયંકર ચીસો નાખતાં તે નારકે જેરશેરથી રેવા મંડે છે. પિતાનું માથું પકડીને રેવે છે, છાતી કુટીને રેવે છે. તેમના કરૂણાજનક શબ્દો સાંભળીને તે અસુરે જોરશોરથી તાળીઓ પાડીને હસે છે. ત્યાર પછી એક પરમાધામી બીજાને કહે છેઃ ભાગી જતાં આ નારકને પકડો, જેરારથી લાત મારે, ડંડાથી ફટકારો, તલવારથી આના ટૂકડે ટૂકડા કરે, ભાલાથી વિંધી નાખે, તેમની ચામડી ઉતારી નાખે, નાક, કાન, આંખને કાપી નાખે, ફેડી નાખે, આંખના ડોળા બહાર કાઢી લે, તેમના