________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 103 કરેલા કે કરાવેલા પાપકર્મોની આલેચના કરતાં નથી. ફળ સ્વરૂપે તેવા જ નિકૃષ્ટતમ પાપકર્મોના ઉદયવર્તી હોવાના કારણે પરમાધામી દેવનિને મેળવે છે. અકુશલાનુંબંધી પુણ્યકર્મોમાં મોટામાં મોટો આ દોષ રહેલ છે કે, પૂર્વભવના પુણ્યદયથી મેળવેલ સંપૂર્ણ સામગ્રી તેમને પાપકર્મો તરફ લઈ જનારી બને છે. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે-અઢળક શ્રીમંતાઈ અને સત્તામાં ચકચૂર બનેલા શ્રીમતે કેવળ અભક્ષ્ય, અપેય, ભેજન માટે હોટલમાં જઈને ખુશી મનાવે છે. સીનેમા તથા નાચનારી વેશ્યાઓ કે અભિનેત્રીઓને જોઈ જોઈ ખુશીના માર્યા આખેય દિવસ અને રાત પૂર્ણ કરે છે. ઘરના આંગણે પણ વેશ્યાઓને કે નાચનારી ઢોલણોને પૈસા આપીને પણ નચાવ્યા વિના આરામથી ઉંઘી પણ શકતા નથી. ધર્મનું એકેય અનુષ્ઠાન, સંત સમાગમ, સજ્જન સંગતિ તેમને મુદ્દલ ગમતાં નથી. પિતાની ધર્મપત્ની, માવડી કે પુત્ર પ્રત્યે પણ આરામથી બેસી શકતાં નથી અને ઘરથી બહાર કે ડાક બંગલાઓમાં અથવા મોટી હોટલમાં કમરા (રૂમ) ભાડે રાખીને પણ શરાબપાન, માંસ ભજન, વેશ્યા કે પરસ્ત્રીગમન આદિ પાપકાર્યોમાં જ તેમના પુ, સત્કર્મો, વેવાઈને સમાપ્ત થઈ જાય છે. ખાખ થાય છે, કેમકે, ગતભમાં પુણ્યકર્મોની સાથે બીજા પણ ભયંકર પાપકર્મોને ઉપાર્જિત કરેલા છે. અકુશલાનુબંધી પુણ્યના કારણે દેવગતિ પ્રાપ્ત પરમાધામીએ, હિંસક-મહાહિંસક સ્વભાવવાળા હોવાથી નારકને