________________ 100 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હાથ-પગમાં પડેલી એડી સમાન આયુષ્યકર્મની મર્યાદા જેટલા પ્રમાણમાં બાંધી છે તેટલા સમય સુધી તે નારકને ત્યાં જ રહેવાની ફરજ પડે છે. જૈન સૂત્રકારોએ જઘન્ય અને ઉત્કૃષ્ટ રીતે તેની મર્યાદા સમજાવી છે. જઘન્યથી દશ હજાર વર્ષની મર્યાદા અને ઉત્કૃષ્ટથી આ પ્રમાણે છે. - નરકભૂમિના નામે જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય નરકભૂમિ 1 રત્નપ્રભા 10 હજાર વર્ષ 1 સાગરોપમ નરકભૂમિ 2 શર્કરામભા 1 સાગરોપમ 3 સાગરેપમ નરકભૂમિ 3 વાલુકાપ્રભા 3 સાગરેપમ 7 સાગરોપમ નરકભૂમિ 4 પંકપ્રભા 7 સાગરોપમ 10 સાગરેપમ નરકભૂમિ પ ધૂમપ્રભા 10 સાગરોપમ 17 સાગરોપમ નરકભૂમિ દ તમઃ પ્રભા 17 સાગરોપમ 22 સાગરોપમ નરકભૂમિ 7 તમસ્તમપ્રભા 22 સાગરોપમ 33 સાગરેપમ " ઉપર પ્રમાણેના જઘન્યમાંથી એક દિવસ પણ એ છે થતું નથી અને ઉત્કૃષ્ટ આયુષમાં એકેય દિવસ વધતું નથી. . દેવ-નારક અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્ય, મનુષ્ય, યુગલિકો, તીર્થકર, ચક્રવર્તીએ, વાસુદેવ, બલદે અને ચરમ શરીરીઓ અનાવર્તનીય આયુષ્યવાળા હોવાથી તેઓ પિતાની આયુષ્ય મર્યાદા પહેલાં કોઈ કાળે અને કેઈનાથી પણ મરતાં નથી.