________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 99 હાથે બીજે નારક શસ્ત્રોવડે, ભાલાવડે, છરીવડે, ઠંડાવડે મારી મારીને છેવટે હાથ પગ, કાન, આંખ કાપીને દૂર દૂર ફેકી દે છે અને આગળ વધે છે. સામેથી બીજા નારકે આવે છે અને તેમને મારી કાપીને ફેકી દે છે. આ પ્રમાણે કંઈક સમયે સામેથી આવતા નારકનું વૈર જોરદાર હોય, કેઈક સમયે ઓછું હોય. આમ માર ખાતા-ખવડાવતાં, કાપતાં– કપાવાતાં, રતાં–રોવડાવતાં, હાયપીટ કરતાં-કરાવતાં પરસ્પર અધમુખા જેવા થઈ જાય છે. નરકભૂમિમાં પગ મૂકતાં જ પ્રાપ્ત થયેલું વિભંગણાન તેમના માટે મારક બને છે, ત્યારે મનુષ્યભવના લેખા જોખા, લેવડ–દેવડના ગેટાળા યાદ આવે છે, અને સામેથી આવતે નારક મારે દુશ્મન હતું, મારી ચાડી ખાતે હતે. મારા પૈસા દબાવી દીધા હતાં, વ્યાજમાં ગેટાળા કરી મારા ઝુંપડા લીલામ કરાવ્યા હતાં. મારી ઘરવાળી બનીને પરપુરૂષ સાથે વિષયાગ કરતી હતી, તેમ પતિને વેષમાં પરસ્ત્રી સાથે લંપટ બની મને માર મારતે હતે, મારી જેઠાણી મને ગાળો ભાંડતી હતી, સાસુએ મને મારી હતી ઈત્યાદિ બધીય વાતે સીનમાની ફીલમની માફક તેમને યાદ આવતાં જ રેષ, ક્રોધના માર્યા તેઓ સામેવાળા નારકને, નારકને બધીય રીતે એટલે હાથમાં જે શસ્ત્ર આવ્યું તેના વડે મારનારા બનવા પામે છે. આ પ્રમાણે ક્ષેત્રજન્ય વેદના અને પરસ્પરરીરીત વેદનાઓને ભેગવતાં નારક છે નરકમાં દુઃખપૂર્વક સમય પસાર કરે છે.