________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 63 મેદ-શરીરની સાત ધાતુઓમાંથી ચોથી ધાતુને મેદ કહેવાય છે. તે માટે કેટલાક જાનવરે મારવામાં આવે છે. યકૃત–પેટની જમણી તરફ માંસની ગ્રંથિરૂપે યકૃત રહેલું છે. અમુક ઔષધમાં તેને ઉપયોગ થાય છે. મગજ-મરાતાં જાનવરોના મગજને કાઢી લેવામાં આવે છે. જેને ઉપયોગ ઔષધમાં થાય છે. કાળજું-હદયના માંસપિંડને કાળજુ કહેવાય છે. અમુક જાનવરે જેવાં કે-ઘેટાં, બળદ, ગાય, બકરા, હાથી આદિના કલેજામાંથી જુદી જુદી જાતના વિટામિન્સ બને છે. તેની ગોળીઓ (ટેબલેટસ) બઝારમાં જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળે છે. જેને ઉપગ ધર્માત્માઓ, ધર્માધે, ધર્મના અધિનાયકોને પણ કર્યા વિના ચાલતું નથી. આંતરડા માટે પણ જાનવરે કપાય છે. તેમના શરીરમાંથી પિત્તાશય મેળવવા માટે તેમને ક્રૂરતાપૂર્વક મારે છે. ફેફસ–શરીરના અમુક અવયવને ફેફસ કહેવાય છે. જેનો ઉપયોગ કયા કયા ઔષધોમાં થતું હશે તે તે કેસર અને કંકુના ચાંદલા કરવાવાળા ઉદ્યોગપતિઓ જ જાણી શકે છે. દાંત-ખાસ કરીને હાથીદાંત માટે જંગલમાં રહેનારા હાથીઓને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવે છે. સૌથી પહેલા વિષયુક્ત બાણ વડે હાથીને ઘાયલ કરે છે અને તે જમીન પર ઢળી પડે છે. શિકારીઓ જાડા ડંડાથી હાથીને