________________ 88 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સાથે પુણ્યકર્મ ન હોય તેવા માન, સ્ત્રિઓ તથા તેમના બાળકને રાજકર્મચારીઓને ડંડા ખાઈ રીબાતા રબાતા જીવન પૂર્ણ કરવાનું રહે છે. ગલીએ ગલીએ ભીખ માગવા છતાં વાસી લુખા રોટલાના ટૂકડા, ઠંડી દાળ, ભાત જ તેમના ભાગ્યમાં રહે છે. ક્યારેક તે પણ પ્રાપ્ત થતાં નથી. કયારેક બિચારા એઠવાડમાં જીવન જીવે છે. કેટલાક હાડહાડમાંથી પરસે આવી જાય તેટલી મજદુરી કર્યા છતાં પણ પેટ ભરાય તેટલું પણ મેળવી શકતા નથી. તેમની પૂર્ણ મહિનાની ગર્ભવતી સ્ત્રિઓ, ડેશીએ તથા નાની ઉંમરના બાળક-બલિકાઓના ભાગ્યમાં તનતોડ પરિશ્રમ જ શેષ રહે છે. પાપી પટને ખાડો પૂરવા માટે બીજો માર્ગ ભાગ્યમાં ન હોવાથી પિતાના શિયળને પણ પાણીનાં મૂલ્ય લુંટાઈ જવા દેવું પડે છે. કેટલાક જગલમાં લાકડા લેવા જતાં વાઘ કે દીપડાના ભક્ષ્ય બનીને મૃત્યુને શરણ થાય છે. ઊભે પગે કારખાનાઓમાં મજદુરી કરતા મશીને દ્વારા હાથ, પગ પણ કપાઈ જાય છે. ઈત્યાદિ પ્રસંગમાં પૂર્વભવના હિંસાદિના પાપે જોરદાર ઉદયમાં હેવાથી ઉપરના ભાગ્યાત્માઓને કેઈ બેલી નથી, તેમના પર દયા ખાનાર પણ નથી. કેવળ ભગવાનના ભરોસે જ પિતાના જીવનની નાવડી હંકારી રહ્યાં છે. જોરદાર વરસાદમાં તેમનાં મકાને ઝુંપડાઓ તણાઈ જતાં તેમને ક્યાંય ઊભા રહેવાની જમીન પણ મળતી નથી. કદાચ પૂર્વભવના પાપે સાથે પુણ્યકર્મો ઉદયમાં આવે તે પણ હિંસાદિના સંસ્કારને છોડી શકવાને માટે સમર્થ થઈ શકતા નથી. આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા