________________ 90 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર બળદ, મરઘા, બકરા, ઘેટાં આદિના માંસ તાળીઓ પાડી પાડીને ખાઈ રહ્યાં છે. એક બાજુ વેદના સૂક્તો બેલાઈ રહ્યાં છે, જ્યારે બીજી તરફ ચીભડા અને કાકડીની જેમ જાનવરે કપાઈ રહ્યાં છે. કપાયેલાઓમાં નિમક, મરચું, હિંગ નાખીને વધારી રહ્યાં છે અને સેના, ચાંદીના વાસણમાં તેનું ભજન આરેગાઈ રહ્યું છે. કેટલાક સરસ્વતી પુત્ર કે ધનાઢ્યો ખાનગી રૂપે પિતાના ઘરમાં જ છેને ઘાત કરીને ખાનારા હેય છે અને ત્યાર પછી ભારત દેશની કરૂણતા છે કે, તે સરસ્વતી પુત્રે જ સ્ટેજ પર આવી લાઉડ સ્પીકર હાથમાં લઈને અહિંસા દેવીના ગીત ગાતા હોય છે. માટે આવા ભાગ્યશાળીઓ, પાપમતિવાળા, અશુભ લેશ્યાના પરિણામવાળા, પાપ પ્રવૃતિમાં જ રચ્યા પચ્યાં, તેમાં જ જાગૃત રહેલા, જીવહત્યાના કાર્યોને જ પવિત્ર-અનુષ્ઠાન માનવાવાળા માટે, તેઓ મોટા સમુદ્રોમાં, નદીઓમાં રહેલા ગ્રાહ-નક આદિ મગરને, નાના-મોટા માછલાઓને, ચાર પગવાળાં પશુઓને, સર્પોને, કબૂતર, તેતર, મેર, આદિ પક્ષીઓને, સાણસીના મુખ જેવા ઢક, કંક, આદિ પક્ષીઓને, આદિથી બીજા જાનવરને પણ બાંધીને, વિશ્વાસમાં લઈને મારે છે, પ્રાણથી મુક્ત કરે છે. આ એક અનુભૂત હકીકત છે કે, ચૈતન્યશક્તિસમ્પન્ન કઈ પણ જીવ કેઈનાથી પણ મરવા માંગતા નથી, મને મારી નાખે એમ કેઈને પણ કહેતા નથી. તેમ બીજા જીવોને મારી નાખવાને અધિકાર કઈ પણ ધર્મના પરમાત્માએ કોઈને પણ આપે છે તે એકેય પાનામાં વાત નથી.