________________ 92 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શાશ્વતી છે અને પરમાધામી નામ અસુરે (યમરાજ) પણ ભયંકર પાપી અને અધમ હેવાથી નારકને બધી રીતે દુઃખ આપે છે. તિર્યંચ ગતિને જીવ પણ દુખપૂર્ણ જીવન પૂર્ણ કરે છે તે પણ તેમની પાસે પુણ્યની માત્રા કંઈક હેવાથી નારકેથી ઓછું દુઃખ તેમને હોય છે, છતાંય બંને દુર્ગતિ તરીકે વર્ણિત છે. રક ભૂમિમાં વેદના ત્રણ પ્રકારની છે - (1) ક્ષેત્રજન્ય પીડા, (2) પારસ્પરિક પીડા, (3) અસુરોથી ઉત્પાદિત વેદના. નરક ભૂમિઓને સ્પર્શ, ગંધ, રસ અને દર્શન જ અતિ ભયાવહ હેવાથી ક્ષેત્રજન્ય પીડા આમરણાંત ભેગવવાની રહે છે. વિર્ભાગજ્ઞાન કે અવધિજ્ઞાનના માલિક હેવાથી મનુષ્યાદિ ભમાં પરસ્પર કરેલા વૈર–વિધ, કલહ-કંકાસ, લેવડ– દેવડમાં મનની કચવાટ આદિની સ્મૃતિ થતાં જ તે નારકે એક બીજા પ્રત્યે પોતાના વૈરને બદલે લેવા માટે પરસ્પર મારપીટ કરતાં જ રહે છે. જ્યારે ભવનપતિને અસુરો-પંદર પ્રકારના પરમાધામીએ કુતૂહલવશ નારકેને જુદા જુદા પ્રકારે ઘેરાતિઘોર દુઃખે આપે છે. તે સુધર્માસ્વામીજીના શ્રીમુખે સાંભળીએ-વાંચીએ.' નરક અને નારકના દુઃખનું વર્ણન: મનુષ્યાવતારમાં જીવનના છેલ્લા શ્વાસોશ્વાસ પર્યત સંસારની માયામાં, કૌટુંબિક માયામાં, મૈથુનકર્મની માયામાં,