________________ 94 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે ભૂમિ ચિકણી, લપસણી, હેવાથી નારકને ચાલતા ભયંકર વેદના ભેગવવી પડે છે. છાણ, ખેરની અગ્નિની જવાલાએથી તે ભૂમિ ગરમ હોય છે. તલવાર, કરવતની ધાર જેવા તેના રસ્તા તીક્ષણ હોવાથી નારકેની રીબામણ તેમના સિવાય બીજા કેઈને શી ખબર પડે? ભયના સમયે કદાચ દેડવાને સમય આવે તે તેમના મતીયા જ મરી જાય છે. દશ પ્રકારની વેદનાઓ તેમને સદૈવ ભોગવવી પડે છે, તથા ભયના માર્યા ચારે તરફ પરમાધામીઓને જ જેનારા હેવાથી એકેય ધાસ તેમને સુખરૂપ હેતું નથી. કેઈની પણ રક્ષા કે દયા તેમના ભાગ્યમાં હતી નથી. મનુષ્યલેકમાં ભેગા કરેલા મેતી, હીરા, સુવર્ણ–ચાંદીના પાટે, નોટોના બંડલેમાંથી કંઈ પણ તેમને કામમાં આવનાર નથી. તેમજ પુત્ર, પૌત્ર, પત્ની, પિતા, માતા, બહેન વગેરેમાંથી એકેય કુટુંબી નરક ભૂમિમાં તેમની દયા ખાનાર મળવાના નથી. સારાંશ કે-મનુષ્ય ભવની માયા આ ભવ પૂરતી જ હોવાથી જ્યારે આયુષ્ય કર્મની બેડી છુટશે ત્યારે અહિંથી એકેયમાં આ પૈસે સાથે આવનાર નથી. એક બજારમાંથી બીજા બજારમાં આવેલા મદારીની નાટક લીલા કે ખેલ તમાશા જુદા જ હોય છે, તેમ જીવાત્માને પણ એક ભવના નાટક પૂર્ણ કરી બીજા ભવમાં જતાં તેને સંસાર, માતા-પિતા, સ્ત્રી-પુત્ર વગેરે સર્વથા જુદા જ હોય છે. સારાંશ કે એક ભવ સાથે બીજા ભવની લેણદેણીને કંઈ પણ લાગતું વળગતું નથી હોતું. નરક ગતિમાં પગ મૂકતા નારકી છ અન્તર્મુહૂર્તમાં જ પિતાની વૈકિય શક્તિ વડે શરીરની રચના કરી લે છે. કેમકે