________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 89 છીએ કે તેવા પ્રકારના કસાઈઓ, મારાએ, ખાટકીએ, શરામ વેચનારાઓ, વેશ્યાએ પણ પૈસે ટકે સુખી અને મેજમજાપૂર્વક જીવન જીવી રહ્યાં છે પણ પાપકર્મોને છોડવા માટે તેઓ તૈયાર થઈ શકતા નથી. જે દેશમાં હિંસા થાય છે તે દેશે ક્યા? સૂત્રકાર પોતે જ તે તે દેશના નામ નિર્દેશ કરી રહ્યાં છે. તે આ પ્રમાણે શકદેશ, યવનજાતિ, શબરદેશના ભીલે જેમની પાસે તીર કામઠા કાયમ રહેતા હોવાથી ગમે ત્યારે પણ પશુ-પંખીને વિંધતા વાર કરતા નથી. બર્બર દેશ, મુકુંડ દેશ, ભડગ દેશ, તિતિક દેશ, પદ્ધનિક દેશ, કલક્ષ, ગૌડ, સિંહલ, પારસ (ઈરાન), કૌંચ, આદ્મ, દ્રાવિડ, બિલ્વલ, પુલિંદ, આરોલ, ડેબ, પિકકણુ, ગાંધાર, બહલી, રોમ, માસ, બકુશ, મલય, ચુંક, કોંકણ, કનક, સય, મેદ, પહરણ, માલવ, મધુર, આભાષિક, અનક્ષ, ચીન, લાસિક, ખસ, ખાસિક, નિષ્ફર, મહારાષ્ટ્ર, મૌષ્ટિક, આરબ, ડેવિલક, કુહણ કેક્ય, હુણ, રમક, રૂરૂ, મરૂક, ચિલાત આદિ દેશે અનાર્ય હેવાથી ઓછે-વત્તે અંશે પણ હિંસા તથા તજન્ય કાર્યો તેમના નશીબમાં રહેલા છે. તેમાંથી કઈ કઈ દેશના રહેવાસીઓ તે સાપ, ઉંદરડા, દેડકા, માંકડ, મકડા આદિને પણ ખાધા વિના રહેતા નથી. કેટલાક દેશવાસીઓ મૂળા અને ગાજરની જેમ પશુઓને કે પક્ષીઓને મામુલી અગ્નિમાં સેકીને પણ ખાઈ જાય છે. કેટલાક પંડિતે, મહાપંડિતે, શાસ્ત્રોના જ્ઞાતા અને જનધારક હોવા છતાં ગાય, ભૂંડ,