________________ 68 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તળીયાથી લઈને માથાના અગ્રભાગ સુધીને સ્પર્શેન્દ્રિય કહેવાય છે. માટે હાથ-પગ, ઉપસ્થ (જનનેન્દ્રિય), ગુદા આદિને જુદી ઈદ્રિય માનવાની જરૂરત જૈન શાસનને માન્ય નથી. કેમકે કર્મેન્દ્રિયોને સમાવેશ જ્ઞાનેન્દ્રિયમાં થઈ જાય છે. ઉષ્ણ, શીત, કર્કશ, મુલાયમ આદિનું જ્ઞાન સ્પશેન્દ્રિય ઈન્દ્રિય દ્વારા આત્માને થાય છે. બેઈન્દ્રિય જીને જીભ વધારે હોવાથી ખાટું, મીઠું, તીખું, કડવું આદિ રસનું જ્ઞાન જીભને આભારી છે. તેઈન્દ્રિય જીને નાક વધારે હોવાથી દુર્ગધ કે સુગંધનું જ્ઞાન તેમને વધારે થાય છે. ચાર ઈન્દ્રિયવાળા જીવોને આંખ વધારે હોવાથી બીજાઓના રૂપરંગનું જ્ઞાન થાય છે, જ્યારે પંચેન્દ્રિય જીને કાન વધારે હોવાથી શ્રવણનું જ્ઞાન થાય છે. આ પ્રમાણેના પાંચ પ્રકારના છમાં પંચેન્દ્રિય જી વધારે પુણ્યશાળી હોવાથી તેમની હત્યાને મહાપાતક તરીકે કહેવાઈ છે. | વિકળેન્દ્રિય જીની હત્યા શા માટે? ચતુરિન્દ્રિય જીવેમાં ભ્રમર, ભ્રમરી અને મધમાખીઓ ઝાડ, પાંદડા, ફળ જ્યાં પુષ્કળ હોય છે તેવા જંગલમાં વિચરે છે અને તેમને રસ ચૂસીને તેને મધપુડો બનાવે છે. તેની રચના તેવા પ્રકારની હોય છે જેને આજના બુદ્ધિશાળી વૈજ્ઞાનિક પણ બનાવવામાં નિષ્ફળ ગયા છે. - સથી ભરેલા તે મધપુડામાં હજારોની સંખ્યામાં ભમરા ભમરીઓ અને મધમાખી બેસે છે, ત્યાં તેમના મૂકેલા