________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 77 સભા ભવન, પરબ-તાપસને આશ્રમ, સુગંધી દ્રવ્ય, પુષ્પ માળા, ચંદન, સુખડ, વસ્ત્ર, ધૂંસરી, હળ, રથ, પાલખી, વાહન વિશેષ, બે જાનવરથી ખેંચાતા વાહને, કિલ્લા પર બેસવા માટેનું ખાસ સ્થાન, આંગળીઓ, યંત્ર, લાકડી, મુસંઢી, શતદની, તરવાર, કબાટના બારણા આદિ બીજા પણ બધાય વનસ્પતિથી ઉત્પાદિત છે, તેમને અબુધ માનવે જે વિવેકશક્તિ વિનાના છે તેઓ બળ વિનાના અસહાય સ્થાવને હણે છે. આવી હિંસા માનવે શા કારણે કરે છે? મનુષ્ય જીવનમાં વ્યવહાર દષ્ટિના બધાય ગુણોની પ્રાપ્તિ કદાચ સુલભ બની શકશે, તે પણ વિવેકની પ્રાપ્તિ થવી અત્યન્ત સુશ્કેલ છે સવિવેક અને અસુવિવેકરૂપે તેના બે પ્રકાર છે. અહિં અસતુને અર્થ અભાવ સમજવાને નથી પણ અસત્કાર્યો, પાપકર્યો, અને અસભ્ય કાર્યોમાં જેની બુદ્ધિને પ્રવેશ થયે હશે તે અસદ્વિવેક કહેવાય છે. અને તેનાથી વિપરીત સદ્વિવેક છે. વિવેક એટલે સદસને, કાર્યાકાર્યને, ભક્યાભઢ્યને, પેથાપેયને પૃથક્કરણ કરવું એટલે કે દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવીને, ખાનદાન અને બે અક્ષરનું જ્ઞાન મેળવીને, આટલે જ વિચાર કરે કે-હું આસુરીવૃત્તિ અને પ્રવૃત્તિવાળ બનવા પામું કે દૈવી સંપત્તિવાળે? આસુરીવૃત્તિને માલિક બને તે મારી ખાનદાની અને ઉચ્ચસ્તરીય જ્ઞાનવિજ્ઞાનની મશ્કરી થઈ તે ? લાખે, કરોડે માનવનો શાપ મારા માથા પર આવી પડ્યો તે? મર્યા પછી મારી બધીય ડિગ્રીએ મને દુર્ગતિમાં લઈ જશે તો ? પ્રાતઃકાળમાં હૈયાપર