________________ 76 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સૂપડાથી વાયરે કર, અનાજ વગેરે સાફ કરવું, વાંસની સળીઓ આદિ ઉપકરણથી પંખે કર, તાડના પાંદડાઓથી પંખે બનાવ અથવા મેઢાથી ફૂંક મારી હવા ખાવી આદિમાં વાયુકાયના જ હણાય છે. વનસ્પતિની હત્યાના કારણે - મકાનની સુરક્ષા માટે બારી-બારણા લાકડાના હોય છે જે વનસ્પતિ છે. આ પ્રમાણે અન્યત્ર જાણવું. જીવિકા માટે ધાન્ય, ભાજી અથવા તલવાર માટે મ્યાનને પરિચાર કહે છે. મોદક (લાડવા) આદિમાં ચણા-ગેહને લેટ જે વનસ્પતિજન્ય છે. ચેખારોટલી-દાળ પણ વનસ્પતિ છે. ખાટલે, પલંગ, શય્યા, જે આરામ કરવા માટે હોય છે તે વનસ્પતિથી નિમીત છે. લાકડાના પાટ, પાટલા, પાટિયાને ફલક કહે છે. મૂસલ, ખાંડણિયે વગેરે વનસ્પતિની પેદાશ છે. વણા, દિલરૂબા, તબુરા આદિ વાજિંત્ર તત કહેવાય છે. ઢેલ, તબલા, લકી આદિ વિતત છે. નાવડું-નાવડીને વહણ કહે છે. ગાડીગાડું તથા પાલખીને વાહન કહે છે. ઘર બનાવવામાં બીજા ઉપકરણોને ભંડગ કહે છે. મુખ્ય દ્વાર ઉપર લાકડાની વંદનમાળાને તેરણ કહે છે. બારી પરના છજાને વિટંક કહે છે. યક્ષમંદિરને દેવકુલ કહે છે. બારીને જાલય કહે છે. પગથિયાને અર્ધચંદ્ર કહેવાય, બારીની બહારની બાજુમાં લાકડાનું કે પતરાનું છજુ લગાડવામાં આવે છે તેને નિસ્પૃહક કહેવાય છે. પ્રાસાદ ઉપરની શાળા, બેસવા માટે ચોતરે, ઉતરવા માટે નિસરણી, તૃણ વિશેષની બનેલી ચંગેરી, ખૂટી, મંડપ, માણસ માટે