________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 1 પ્રાણીહત્યા કરનારા કણ કણ? સૌકરિક-જંગલી ફૂકરાદિના શિકાર કરનારા. . મસ્યબંધ-તળાવ, નદી, નાળા કે ખાડીઓમાં જાળ નાખી માછલાઓને પકડનારા. શકુનિક–ગફણ, બંદુક, પત્થર આદિથી ઝાડ, વિજળીના થાભલે કે મકાન પર બેઠેલા પંખીઓને મારનારા પારધિ લોકે. વ્યાધ-તીરકામઠા, બંદુક કે શિકારી કૂતરાઓ વડે હરિણ, સસલા, રેઝ આદિ જાનવરોને મારનારા. કુરકમ-ઉપરના ચારે શિકારીઓનું વિશેષણ આપતાં કહે છે કે તેઓ માનસિક, વાચિક, કાંયિક, કૌટુંબિક, સામાજિક પાપ ભાવનાવાળા હેવાથી નિર્દોષ મુંગા પ્રાણીઓને મારે છે. અથવા જે જાતિમાં, કુળમાં જન્મ્યા છે તે કારણે પણ તેઓ જીવહત્યારા બને છે. વાગરિકો-જંગલમાં જાળ પાથરી તેમાં દાણા નાખે છે જેમાં બિચારા નિર્દોષ હરિણાદિકને ફસાવીને પકડી લે છે. કીપિકા-વાઘ, સિંહ, દીપડા આદિને લલચાવવા માટે બનાવટી હરિણું કે સાચી હરિણ, પાડા, બળદ, બકરા, આદિને ખૂટે બાંધે છે. શિકારીઓ છુપાઈ જાય છે, જ્યારે વાઘ વગેરે બાંધેલા જાનવરને મારવા માટે આવે છે ત્યારે બંદુકથી તેમને મારી નાખનારા. - તાપા-સમુદ્ર કે મેટા તળાવમાં રહેનારા મોટા માછલાએના શિકાર કરવા માટે શિકારીઓ બેટ, નાવડી કે હેડકી દ્વારા ત્યાં જાય છે અને શિકાર કરે છે.