________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 83 પરદેશમાં કે ભારતની હોટલમાં વેચાય છે. આને લીધે સાદે નિષ્કર્ષ એટલે જ છે કે ભારત દેશને ખૂબ ખૂબ ધન મળે. પરંતુ અત્યાર સુધીમાં કેટલીય પંચવર્ષીય યોજનાઓ થઈ તો પણ ભારતની ગરીબાઈ કેઈ મટાડી શક્યો નથી. ગાંધીબાપાના રાજ્યમાં ગરીબ વધારે ગરીબ અને શ્રીમંત વધારે પડતે એટલે કે શ્રીમંતાઈનું અજીર્ણ થાય તેટલા પ્રમાણમાં શ્રીમંત બને છે. (5) પાંચે ઈન્દ્રિયના વિષય માટે પણ જીવહત્યા થાય છે? ઈન્દ્રિયોને ઘડાઓની ઉપમા આપવામાં આવી છે. ઘેડે પિતાની માલિકીને હેય, લીલું ઘાસ ખવડાવીને હૃષ્ટપુષ્ટ કર્યો હોય, પરંતુ સવારી કરવી હશે તે તેના મોઢામાં લગામ નાખવી અનિવાર્ય છે, અન્યથા જે દશા થાય તેને સૌ કઈ જાણે છે. તેવી રીતે ઇન્દ્રિયે પણ જાણી લેવી. કેવળજ્ઞાન તરફ પ્રસ્થાન કરતાં અને સમ્યગજ્ઞાનની માત્રા વધારે હોય છે અને તેનાથી વિપરીત અવસ્થામાં મિથ્યાજ્ઞાનની માત્રા બહુ જ વધારે પડતી હોવાથી તેઓનું જીવન ઈન્દ્રિયને હૃષ્ટપુષ્ટ કરવા માટે, વિષયવાસના તથા ભેગવિલાસની શક્તિ વધારવા માટે પણ પ્રાણુંજ ઔષધેકડલીવર એઈલે વિ. સર્વથા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરે છે. આ ઉપરાંત જીવહત્યા માટેના કારણે કયા? પુણ્યકર્મોને ભારે લઈને અવતરેલા ઘણા ભાગ્યશાળીઓ સ્વતંત્ર હવાથી જીવહત્યા ન કરે, કે તેવા વ્યાપારે ન કરે