________________ 84 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે પણ તેમને વાંધો આવે તેમ નથી. છતાં અજ્ઞાનવશ સંસારના શ્રીમતેને જોઈ તેઓને પણ ઈચ્છા થાય છે અને જીવઘાત કરવામાં, કરાવવામાં રસ લે છે. અઢળક સંપત્તિ હેવા છતાં પણ માંસાહારની હોટેલમાં પૈસે રોકશે, તેના ભાગીદાર બનશે, તેના શેરે લેશે અને છેવટે મેતીના વ્યાપાર માટે જાપાન આદિ દેશમાં જઈને અથવા ત્યાંના વ્યાપારીઓ સાથે વ્યાપાર સંબંધ જોડીને લાખો-કરોડોની લાગતમાં મિતીને વ્યાપાર કરશે. કેટલાકને પેટ માટે કરી તેવાઓને ત્યાં મળેલી હોવાથી તેમની આજ્ઞાથી પણ પરવશ બનીને જીવહત્યા કરે છે. કેટલાક સ્વતંત્ર અને પરતંત્ર બંને રીતે જીવઘાત કરે છે. કેટલાક કારણસર, કેટલાક નિરર્થક કંઈ પણ પ્રજન નથી તે પણ તેમની ઘાતક આદતને વશ બનીને જીવહત્યા કરે છે. કેટલાક સ્વાર્થ વશ અને કેટલાક સ્વાર્થ ન હોય તે પણ જીવહત્યા કરે છે. કેટલાક પારકા અને રીબાવવાં, મારવાં, અધમુઆ કરવામાં તેમને આનન્દ આવતું હોવાથી પણ જીવહત્યાઓ કરે છે. કેટલાક શ્રેષમાં, વૈરમાં, બદલે લેવાની વૃત્તિમાં આવીને પણ ન કરવાના કાર્યો કરે છે. મેજ-શેખ માટે પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ સુધીને ઘાત કરાય છે. ક્રોધાંધ, લેમાંધ બનીને છેવટે માતા-પિતાઓને પણ ઘાત કરે છે. દ્રવ્ય મેળવવા માટે પણ, તથા જાતિધર્મ, કુળધર્મના હિસાબે પણ જીવહત્યા કરે છે. ઉપર પ્રમાણે જીવહત્યા કરવામાં જૂદા જૂદા કારણે રહેલા છે. તે