________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 79 (3) ધર્મને માટે (4) ધનને માટે. (5) પાંચે ઈન્દ્રિયેના વિષયને માટે. ઉપરના પાંચ કારણોને લઈ ત્રસ અને સ્થાવર જીની હત્યા અધાર્મિક માન કરે છે. આ વિષયને ઘેડા વિસ્તારથી જાણુઓ - (1) ધર્મક્રિયાને માટે સંસારમાં જ્યારે માંસાહાર સીમાતીત વધવા પામ્યો હશે ત્યારે ક્યા જાનવર કે પંખીનું માંસ ખાવું તેને વિવેક પણ માંસાહારીઓમાં રહ્યો ન હતે. જ્યારે કોઈ પણ વસ્તુને વધારે પડતે પ્રચાર થઈ જાય છે ત્યારે તેને માટે કાનુન-કાયદા બનાવવા જરૂરી રહે છે. વેદોમાં અને સ્મૃતિઓમાં આવેલ (વપરાયેલ) યજ્ઞ શબ્દની આડમાં પશુ-પક્ષીઓનું હનન મર્યાદાથી બહાર થઈ જવાથી જ કહેવું પડયું હશે કે : સાક્ષાત્ સ્વયંભૂ, પ્રજાપતિ, બ્રહ્માએ પશુ-પક્ષીઓનું નિર્માણ યજ્ઞને માટે જ કર્યું છે, તેથી યજ્ઞમાં કરાતે પશુવધ વિધ નથી, હત્યા હત્યા નથી પણ ધર્યું છે. " “બકરા વગેરે પશુઓ, ગાય-ઘોડા આદિ તિ અને કપિંજલ આદિ પક્ષીઓ યજ્ઞમાં હોમાઈ જાય. ત્યારે જ તેમની ગતિ સુધરશે. "