________________ 74 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (1) ખેતીવાડી કરનારા હળ, કેદાળી, પાવડે તથા ખુરપી વડે પૃથ્વીકાયિક જીની તથા તેમાં રહેલી વનસ્પતિ અને તેને આશ્રયે રહેલા ત્રસ જીની હત્યા કરે છે. (2) પુષ્કરિણી -પાણી જેના ઉંડા હોય, કમળોથી યુક્ત ચાર ખુણવાળી વાવડીને પુષ્કરિણી કહેવાય છે. (3) વાવ –જે લાંબા આકારની હય, પાણું સ્વાદુ અને સ્વચ્છ હોય તેને વાપી–વાવડી કે વાવ કહેવાય છે. (4) ખેતર:-હળદ્વારા ખેડાયા પછી, જેમાં અનાજની વાવણી કરવામાં આવે છે તે ખેતર ક્ષેત્ર કહેવાય છે. (5) સર –ખાડે છેદીને બનાવેલ જળાશયને સર કહેવાય છે. ભીંત માટે ઈટ, તથા મૃતકના અગ્નિ સંસ્કાર માટે કાઠેને સંચય કરે તેને ચિતિ કહેવાય છે. તે સ્થાને જે વેદિકા (ચબુતરે) બનાવાય છે તે વેદી છે. કિલ્લાની ચારે બાજુની ખાઈને ખાતિકા કહે છે. પિતાના રહેઠાણ પાસેના બગીચાને આરામ કહેવાય છે. ગામવાસીઓને આમોદપ્રમોદ માટે ગામની બહાર જે સ્થાન છે તે વિહાર છે. મહાપુરૂષોના મરણોત્તરની સ્મૃતિ માટેના સ્તંભને સ્તૂપ કહે છે. ગામની રક્ષા માટે બાંધેલા કિલ્લાને પ્રાકાર કહેવાય છે. શહેરમાં પ્રવેશ કરવા માટેના મુખ્ય દ્વારને ગપુર કહે છે. મકાનની અગાશીને અટારી કહેવાય. કિલ્લા અને નગરની વચ્ચે એક હાથીની