________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 73 (6) સંag થાવરણ –સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક સાધારણ શરીરવાળા અસંખ્યાત સ્થાવર જીની હત્યા કરે છે. સૂક્રમ નામકર્મના ઉદયથી સૂફમત મળે છે. બાદર નામકર્મના કારણે બાદરત્વ, પ્રત્યેક નામકર્મના કારણે એક શરીરમાં એક જીવવાળા વનસ્પતિકાયિક જ, સાધારણ નામકર્મને લઈ એક શરીરમાં અનંત જીવે સાધારણ વનસ્પતિકાયિક જીવ કહેવાય છે. જેમાં આલુ (પોટેટો), કાંદા, લસણ, મૂળા, ગાજર, સકરીયા આદિ વનસ્પતિ સાધારણ છે. આ જીવો એક સાથે જન્મ અને મરે છે. ઉપર પ્રમાણેના એકેન્દ્રિયાદિ છે કે અનંતકાયિક અથવા પ્રત્યેકકાયિક છે બિચારા જાણતા પણ નથી કેઆ ઘાતક લેકે અમને મારી નાખશે, છેદી નાખશે, તેમાં મીઠું મરચું નાખશે, બાફી નાખશે આદિ કંઈ પણ જાણતા નથી, કેમકે સ્પષ્ટ જ્ઞાનથી તેઓ રહિત છે. પૃથ્વીકાયાદિ જીની હત્યા કયા કાર્યોમાં થાય છે? પિતાનું અને પારકાનું હિત શામાં છે? આ વિવેક જેમણે કેળ નથી, કેળવવા માટેની ચિંતા પણ કરી નથી, તેવા મન્દ બુદ્ધિ બાળ જીવ (વિવેક અને જ્ઞાન વિનાના વૃદ્ધ માણસે પણ) ને જીવહત્યાના પાપે તથા તેના ફળની જાણકારી ન હોવાના કારણે ભિન્ન ભિન્ન પ્રકારે પૃથ્વીકાયિકાદિ જીની હત્યા કરતાં જ હોય છે. તે વાતને સૂત્રકાર વિસ્તૃતરૂપે સમજાવતાં કહે છે કે -