________________ 66 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - કદાચ કોઈ શંકા કરે કે અમે એકેય જાનવરને બાંધતા નથી, કાપતા નથી, પકાવતા નથી તે ખાનારને પાપ શા માટે લાગશે? આવી રીતે માંસને રાંધનાર રસેઈઓ (કુકમેન) પણ તર્ક આપી શકે છે કે કસાઈખાનામાંથી હું માંસ લાવતે નથી, કેવળ જેમની નોકરી કરું છું તેમની આજ્ઞાથી હું રાંધુ છું, તે મને પાપ લાગવાની શી જરૂર? તેમ જલ્લાદ પણ કહી શકે કે હું તે માત્ર પૈસાને ચાકર છું, માટે પાપ લાગે તે પણ કસાઈખાના ચલાવનાર, તેમાં પૈસા ધીરનાર કે સરકારને લાગે. ઈત્યાદિ પ્રશ્નો અને તર્કોને જવાબ આપણે મનુ જેવા મહાપુરૂષની બનાવેલી જગપ્રસિદ્ધ મનુસ્મૃતિને જોઈ લઈએ. જે આ પ્રમાણે જવાબ આપે છે: हन्ता पलस्य विक्रेता, संस्कर्ता भक्षकस्तथा / क्रेताऽनुमन्ता दाता च, घातका एव यन्मनुः / / ભાવાર્થ - 1. હતા એટલે તીણ શસ્ત્રવડે પ્રાણુઓને મારનાર. 2. વિક્રેતા એટલે માંસને વેચનાર 3. સંસ્કર્તા એટલે માંસને રાંધનારે રસેઈઓ. 4. ભક્ષક એટલે માંસ ભજન કરનાર 5. કેતા એટલે માંસને ખરીદનાર અર્થાત્ શેઠની આજ્ઞાથી માંસને વેચાતું લઈ આવનાર