________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 67 6. દાતા એટલે કસાઈખાનામાં, મત્સ્ય ઉદ્યોગ આદિમાં કે માંસાહારની હોટલમાં પૈસા રોકનાર, ધીરનાર કે પિતાના હસ્તકે રહેલા ટ્રસ્ટોમાંથી લેન લેનાર અથવા સ્વતંત્રરૂપે માંસાહારની હોટલ ચલાવનાર. 7. અનુમન્તા એટલે પિતે ખાનાર, અતિથિઓને પીરસનાર. ઉપરોક્ત સાતે પ્રકારના માનવને મનુ મહારાજ એક જ સમાન ઘાતક માને છે. કેમકે પ્રાણી હત્યામાં કઈ સાક્ષાત્, કઈ પરંપરાથી પણ ભાગીદાર બનતાં જ હોય છે. આ વાતને અનુવાદ કરીને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા પિતાના યેગશાસ્ત્રમાં ફરમાવે છે કે - " अनुमन्ता विशसिता, निहन्ता क्रयविक्रयी / संस्कर्ता चोपहर्ता च, खादक चेति घातकोः / " અનુમન્તા-માંસાહારની અનુમોદના કરનાર, વિશસિતા-મારેલા જાનવરના અંગેને વિભાગ કરનાર. નિહન્તા-જીને મારનાર. તેવી રીતે માંસ લેનાર, વેચનાર, રાંધનાર અને ખાનાર આ બધાય મનને જીવહત્યાનું પાપ લાગે જ છે. જૈન શાસનમાં બેઈન્દ્રિય, ત્રીરિન્દ્રિય અને ચતુરિન્દ્રિય જેને વિકળેન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિયો પાંચ છે, જેમના દ્વારા આત્માને જ્ઞાન થાય તે ઇન્દ્રિયે છે. પગના અંગૂઠાના