________________ 62 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એકત્ર ભેગી થતી જાય છે. ખાવાની કે ઘી વિગેરેમાં પણ તેને ઉપગ નકારી શકાતું નથી. માંસ:-જીવતા જાનવરનું માંસ પરદેશમાં જાય છે. તેમાંથી કરોડો રૂપીયાની કમાણી સ્વતંત્ર ભારત દેશના અધિનાયકે કરી રહ્યાં છે. ખેતીપ્રધાન દેશનું અમૂલ્ય પશુધન સમાપ્ત થઈ રહ્યું છે. ઠેકેદાની આજ્ઞાથી કસાઈઓ તે ચારપગા જાનવરોને મેટા થાંભલા સાથે બાંધે છે. તેમના પગ પણ બાંધી લેવામાં આવે છે, ત્યારપછી યમરાજની જીભ જેવી છરીથી તેમને મતને ઘાટ ઉતારે છે. મોટા કતલખાનામાં ઢેરેને એક લાઈનમાં બાંધીને મશીન દ્વારા કાપે છે. તે સમયે તેમની આંખે અને જીભ બહાર આવી જાય છે. પરંતુ અફસ છે કે, તે બિચારા સર્વથા મૂંગા પ્રાણીઓની દયા ખાનાર ભારત દેશમાં કેઈપણ માઈને લાલ હયાત નથી. તેમ અરિહંત પરમાત્માના, વિષ્ણુ ભગવાનના કે શિવના ઉપાસકે પાસે તે પશુઓને બચાવવા માટે રતિમાત્ર સામર્થ્ય નથી, પુત્રવતી દયા નથી, પ્રાણવાન અહિંસા ધર્મ નથી. જાણે! તેમના કથિત ધાર્મિક જીવનમાંથી દયાદેવીનું સર્વથા દેવાળું નીકળી ગયું છે. દેશના શાકાહારી ધર્મોના ગુરુઓ ધર્મના પિથાઓની થેથી ચર્ચામાંથી કે પોતાના આડંબરમાંથી બહાર આવતા નથી, એથી જ જાણવું સરળ બને છે કેતેમના પિતાના આન્તર જીવનમાંથી અહિંસાદેવીની સ્થાપના મરી પરવારી છે. આ પ્રમાણે કેવળ માંસને માટે લાખો જાનવરે કપાઈ રહ્યાં છે.