________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 61 આગ્રહપૂર્વક વ્યાપાર કરશે. ખાનગી કે સરકારી કસાઈખાનામાંથી તે તે વસ્તુઓની ખરીદી કરી પરદેશ મેકલવાની વ્યવસ્થા કરશે. પિતાની મેળે મરેલા જાનવરોના ચામડા નરમ હતા નથી, માટે જીવતાં ઢેરેને મશીન દ્વારા મૃત્યુને ઘાટ ઉતરાવીને પણ તેમનું આખું ને આખું ચામડું ઉતારી લેવામાં આવે છે જે નરમ હોય છે. પરદેશના કે દેશના વ્યાપારીઓ તેને ખરીદીને તેમાંથી બ્લાઉઝ, મેજા, ટેપીના કે ઘડીયાળના પટ્ટા, મનીબેગ, હેન્ડબેગ, બિસ્તર આદિ હજારો પ્રકારમાં તે નરમ ચામડું કામમાં આવે છે, માટે દેવાધિદેવ, પરમાત્માઓએ કહ્યું કે, ચામડાને માટે ગાય, બળદ, વાછરડા વિગેરેની હત્યા થાય છે. - - વસાને અર્થ ચરબી જે પ્રત્યેક જીના શરીરમાં ચિક્કણે સફેદ પદાર્થ હોય છે. જીવતાં બળદ, ગાય, પાડા, ભૂંડ, ઘેટા, બકરા આદિ જાનવરોને મશીનથી કે ચારે પગ બાંધી તીક્ષણ આ રીતે, શસ્ત્ર વડે તેમને મારી તત્કાળ જ તેમાંથી પ્રયોગ વિશેષ વડે ચરબી કાઢવામાં આવે છે. તેને પ્રવેગ ઘર વપરાશના ઘી, તેલ, સાબુ, ને, કીમ, પાઉડર, લિપસ્ટીક, ધવાના તથા ન્હાવાના સાબુઓ આદિ ખાવાના અને શરીર પર વાપરવાના પદાર્થોમાં તેને ઉપયે.ગ થાય છે. પાડાના કે ભૂંડની ચામડી જાડી હોવાથી તેમને ચારે પગે દેરડાથી બાંધી ઉંધા લટકાવવામાં આવે છે અને નીચે જોરદાર અગ્નિ લગાડે છે. તેમના મોઢામાં રબરની નળી નાખી તેનાથી જેમ જેમ જાનવર સેકાતે જાય, રીબાતે જાય તેમ તેમ તેમની ચરબી ડોલમાં