________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 47 22. જીવિતાન્તકરણ –જીવનધારી પ્રાણીઓના જીવન સાથે ક્રુર મશ્કરી કરવી, તેમને ભૂખે મરવા જેવી દશા પ્રાપ્ત કરાવવી કે પોતાની વાસનાની જાળમાં ફસાવવા નહિ માંગતી કન્યાઓને કલંકિત કરવા માટે તનતોડ જૂઠા પ્રયાસ કરવા અથવા તેમને નાશ થાય તેવી ભૂમિકા ઊભી કરવી, અથવા પિતાને આશ્રિતની વૃત્તિ અને પ્રવૃત્તિ દબાવી દેવી, અથવા તેના આંતરિક જીવનમાં શેક સંતાપ કરાવે તે વધ છે, હિંસા છે, હત્યા છે. જેને જિનેશ્વરદેવોએ સર્વથા ત્યાજ્ય કહી છે. 23. ભયંકર :-સામેવાળાના ધન, માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, આદિનું હરણ કરવાથી તેમને શેક, સંતાપ આદિની ઊંડી અને ભયંકર વૈતરણીમાં નાખી દેવા, તે અતીવ, ભયંકર પાપ હોવાથી ત્યાજ્ય છે, માટે હિંસાને પર્યાય છે. 24. ડણકર –ાણ એટલે પાપ કરાવનાર, પાપી ભાષા બોલાવનાર અને પાપ વ્યવહાર કરાવનાર હોવાથી આ હિંસકર્મ છોડવા લાયક છે. ગમે તે નિમિત્તે બીજાઓને દુઃખી બનાવી આપણે પાપલેશ્યાના માલિક બનીએ, અથવા આપણું કારણે બીજા ને પાપકા કે પાપના ભાવે કરવા પડે તે બંને માર્ગોને ત્યાગ કર્યા વિના હિંસા નામની રાક્ષસીનું જોર ઓછું થવાનું નથી, તે વિના દયા દેવીની આરાધના વાંઝણ રહેવા પામે તેમાં શું આશ્ચર્ય! સારાંશ કે પંચેન્દ્રિય પશુઓનું અને મનુષ્યનું હનન, મારણ આદિ ક્યારેય સત્કાર્ય બની શકે તેમ નથી.