________________ 50 % શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શબ્દોથી હિંસાકર્મને સમજી શકે તેવા આશયથી પર્યા દ્વારા વસ્તુને નિર્દેશ કરવાની ભાવદયા જૈનાચાર્યોની અકબંધ છે. યદ્યપિ ઉપર બતાવેલા બધાય તથા આદિ શબ્દથી સૂચિત બીજા પણ હિંસાના પર્યાયે છે. તેમ છતાં કેટલાક પર્યાયામાં લેશ્યાની તીવ્રતા વધારે હોવાથી ભવાંતરમાં અત્યન્ત કડવા ફળ દેનારા હોય છે. જ્યારે કેટલાક પર્યાય દ્વારા થતાં હિંસાના કાર્યો વ્યવહારમાં અસભ્ય અને અસુન્દર જેવા લાગે છે, જેમ કે કૂતરાને ઠંડે કેમ મારે છે? વિછી પર પત્થર શા માટે ફેકે છે? આટલી બધી ગાળો ભાંડવાનું કારણ? માર્ગે ચાલતાં વનસ્પતિને કેમ કાપે છે? પગ ઘસીને ચાલતા શરમ નથી આવતી? નીચે કીડા મોડા ચગદાઈ જશે તે? ઈત્યાદિક કાર્યોમાં પ્રાણીઓને પ્રાણને હાનિ પહોંચે જ છે. માટે અહિંસક ભાવ ધરાવનારાઓએ વ્યવહારમાં અસુંદર અને અસભ્ય લાગતી વિરાધનાને પણ છેડી દેવાને ભાવું રાખવું જોઈએ. ' , જીવહિંસાને કરનારા કોણ? પ્રશ્નના જવાબમાં દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે સંસારમાં ચેતન અને જડ બે પદાર્થો છે. તેમાંથી જડ સર્વથા ચૈતન્ય રહિત હોવાથી તેને પિતાની સ્વાભાવિકી ગતિ નથી, માટે પત્થર પિતાની મેળે કોઈનું માથું ફોડતે નથી, લાકડી સ્વયં કંઈ પણ કરી શકતી નથી, કુહાડી, તલવાર, ભાલે, બંદુક કે એમબ પિતાની મેળે કેઈને પણ મારવા માટે પ્રેરક બની શકતા નથી. પરંતુ તે