________________ 54 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર संयच्छति स्म सर्वसावद्ययोगेभ्यः सम्यगुपरमतिस्मेति संयतः / જેમાં પાપ રહેલ છે તેવા સર્વ સાવધ વેગથી વિરામ લે તે સંયત કહેવાય છે. આ શબ્દમાં “સમ્ " ઉપસર્ગ પૂર્વક “યમ” ધાતુ છે. જેને અર્થ “બંધ કરવું, કુફ રાખવું, વિરામ પામવું” થાય છે. અર્થાત્ ભવભવાંતરથી આત્માના પ્રતિપ્રદેશમાં રહેલા પાપમાર્ગોને તપશ્ચર્યારૂપી આગમાં બાળી નાખવા અને નવા પાપના દ્વાર બંધ કરવા તેને અવરોધ કરે કે તેનાથી વિશ્રાંતિ લેવી તે સંયમ છે. વિરયને અર્થ પણ સ્પષ્ટ છે. ભૂત અને ભવિષ્યકાળમાં બીજા જીની વિરાધનાને ત્યાગ કરે, યાવતું મન-વચન અને કાયાથી કેદની પણ વિરાધનાથી વિરામ લે તે વિરતને અર્થ છે. ઉપર પ્રમાણે સંયમ અને વિરતના ભાવ જેમને પ્રાપ્ત થયા નથી તે અસંયમી અને અવિરતિ જેના જીવનમાં પાપમાર્ગો ઉઘાડા હોવાથી તેઓ ગમે ત્યારે પણ નાના મેટા જીવોને વધ કરી શકે છે. અનુપશમક –જેમણે પિતાના જીવનમાં ઉપશમભાવ કેળવવાને અભ્યાસ કર્યો નથી, તેઓ નિમિત્ત મળતા કે ન મળતા ગમે તે જીવોને મારવાના કે મરાવવાના ભાવવાળા થઈને જીવહિંસાઓ કરે છે. મન-વચન અને કાયાના વ્યાપારમાં એટલે કે કાયિક-વાચિક અને માનસિક વૃત્તિઓમાં અને પ્રવૃત્તિઓમાં દુષ્ટ તત્વ રહેલું છે, તે જીવાત્માઓ પણ હિંસાપરક હેવાથી જુદા જુદા પ્રકારે ભયંકરમાં ભયંકર જીવહિંસાને કર્યા વિના રહેતા નથી; માટે પોતાનાથી પર બીજા જ પ્રત્યે દ્વેષવાળા જ હોય છે ,