________________ 38 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર , અધ્યવસાયમાં મસ્તાન બનીને જ મૈથુનકર્મ કરાતું હોય છે, તે સમયે મારી ધર્મપત્નિની કુક્ષિમાં કદાચ કઈ જીવ પડે તે સંત–વૈરાગી-શૂરવીર કે ભક્ત બની સંસારને ઉદ્ધાર કરે તેવા ભાવ પુરૂષમાં આવવા અત્યંત મુશ્કેલ છે. અને પિતાની કુક્ષિમાં જેમાં ચારે તરફ વિષ્ટા, મળ-મૂત્ર, પિત્ત-કફ, લેહીચરબી જેવા અપવિત્ર અને ગંદા સ્થાનમાં–સાવ ગંદા સ્થાનમાં નવ મહિના સુધી સંતાનને ગૂંગળાવી મારનારી માવડી પણ અપરાધી શા માટે નહિ ? તેમ છતાં પણ તેઓ (માતા-પિતા) હિંય બનતા નથી. તે પછી જૂ-માંકડ આદિને મારવામાં કે તેમને વારંવાર સતાવવામાં પાપ નથી એમ કેમ કહેવાય? માટેજ પાપ હિંસ્યાવિહિંસા છે. કેમકે હિંસક માનવ પ્રમાદી જ હોય છે, માટે અહિંસક નથી. 5, અકરણય-ન કરવા યોગ્ય વ્યાપાર, વ્યવહાર તથા પ્રવૃત્તિઓ કરનારો માનવ હિંસક હોય છે, અને જે હિંસક છે તે સમાજ, ધર્મ અને પોતાના આત્માના હિત માટે પણ ન કરવાના કાર્યોમાં વિલંબ કરતું નથી. કેમકે તેવાઓને આવું જ્ઞાન હોતું નથી કે દેવદુર્લભ માનવાવતાર મેળવવા માટે મારે ગત ભમાં શું શું કરવું પડ્યું છે? દેવપૂજા, દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવેનું સેવન મેં કેટલું કર્યું હતું ? જેના પરિણામે ઉત્કૃષ્ટતમ આ અવતાર હું મેળવી શકો છું. આવા વિચારે તેમને ન હોવાથી કાર્યા કાર્યનું ભાન, ભણ્યાભઢ્યનું જ્ઞાન ક્યાંથી હોય? આ કારણે આ પવિત્ર અવતાર પણ હિંસાના કામે કરવામાં પૂર્ણ થાય છે.