________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 37 પર પડતાં વાર લાગતી નથી. માટે જ હિંસકને જોઈને દાણા ચરતાં કબૂતરે પણ ફફડાટ કરતાં ઊડી જાય છે, કૂતરા ભસવા લાગે છે અને બીજા જીવમાંથી કઈ કરડવામાં, કેઈ ડંખ મારવામાં અને કેઈક ધારિયાથી મારી નાખવાના પ્રયત્નમાં હોય છે. માટે બીજા સ્થાને ઘાતક અને અવિશ્વાસુ બંને એક જ છે. 4. હિંસ્યાવિહિંસા :-જે હણાય, મરાય, છેદાય તેમને હિંયા કહેવાય છે. તેવા જવાનો વિશેષ પ્રકારે એટલે વારંવાર ઘાત કરે તે હિંયાવિહિંસા છે. જવાસ્તિકાયને ત્યાગી શેષ દ્રવ્યો અજીવ (જડ) હેવાના કારણે તેમની હત્યાને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ ચૈતન્ય સ્વરૂપી આત્મા ચાહે ગમે તે શરીરમાં હશે તે પણ કર્મવશ તેમને શરીરન્તર હોય છે, માટે જ્યાં સુધી આત્મા શરીરસગી છે ત્યાં સુધી તેમના જીવન-મરણ સ્વાભાવિક છે. કેઈ પણ જીવને જન્મ દેવાને અધિકાર કેઈની પાસે નથી, તે પછી તેમને મારી નાખવાને અધિકાર માણસ પાસે ક્યાંથી? કોનાથી? કેવા રીતે આવે ? ગમે તેને શાસ્ત્રો મંત્રિત જીવોને દેવ-દેવીની સામે મારી નાખવાની પરવાનગી આપતા હોય તે તે શાસ્ત્રો દેશ-સમાજ કે વ્યક્તિને માટે પણ શા કામના? જૂ, માંકડ, લીખ, સર્પ, વિંછી, વાઘ, સિંહ, મરઘા, તેતર આદિ છે નિરપરાધી હેવાથી હિંસ્ય (મારવા લાયક) યદિ બનતા હોય તે સૌથી મોટામાં મોટા અપરાધી આપણા માતા-પિતા સિવાય બીજા કોણ? કેમ કે અત્યંત કિલષ્ટ (ગંદામાં ગંદા)