________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 35 કુટેવવાળાના પગે અળસીયા, કીડીઓ, મંકોડા વગેરે ચગદાતા તેઓ અધમુઆ તે ત્યાં જ થયા વિના રહેતા નથી અને વધારે ચગદાઈ ગયા હોય તે મરણ પણ પામે છે. ઊઠતાં, બેસતાં, માખી, મચ્છર આદિને ધક્કો લાગતા તેની પાંખ કપાઈ જતાં તેમને પણ મરણ શરણ થયા વિના છુટકે નથી. ઈત્યાદિ જાણતાં, અજાણતાં, ઈચ્છા કે અનિચ્છાથી અગણિત જીવના મારકને પ્રાણવધ નામની હિંસા લાગે છે. દશવૈકાલિક ચૂર્ણિમાં “પાનામવા તે પાઠ સવિસંગોન” એટલે કે ખાન, પાન, ઊઠવું, બેસવું, ચાલવું, ફરવું, બેલિવું આદિ ક્રિયાઓમાં પ્રમાદવશ બીજા ના પ્રાણની પરવા ન કરવી તે પ્રાણવધ છે. યદ્યપિ તે ક્રિયાઓ અનિવાર્ય છે તે પણ ડી કાળજી રાખે, સાવધાનીપૂર્વક રહે, વિવેક પગને ખપ કરે તે નિરર્થકરૂપે મરાતાં છે કે તેના પ્રાણોની રક્ષા સુલભ બની શકે છે. પિતાને પોતાના પ્રાણે જેમ પ્રિય છે તેમ પ્રાણુંમાત્રને તેમના પ્રાણ પ્રિય હોવાથી કોઈ પણ જીવને મારવું– ફટકારવું, છેદવું, તેડવું, બાફવું તે માનવ કર્તવ્ય નથી. કેમકે, જીવ હત્યારાને માનવતા સાથે પ્રાયઃ કરી સંબંધ હેતે નથી. પ્રત્યક્ષ જોઈએ છીએ કે-બકરા, ઘેટા, પાડા, મરઘા, સાપ, આદિને મારવાવાળાઓનું લેહી ઉશ્કેરાયેલું હોવાથી વાતે વાતે, ધારિયું, લાકડી કે બંદુકની ગેળી મારતાં તેમને કંપારી પણ આવતી નથી.