________________ 42 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 14. અસંયમ -પાંચે ઇન્દ્રિયના 23 વિષને કે ચારે કષાયને દબાવી દેવાની શક્તિ જેમણે કેળવી નથી તેઓ અસંયમી છે. આ અસંયમભાવ જ પર જીવ ઘાતક બન્યા વિના રહેતું નથી. તે આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય વશવર્તી આત્મા અમર્યાદિત હોવાથી પિતાની ધર્મપત્નિની જેમ બીજી પરસ્ત્રીઓના સ્પર્શ સુખને ચાહનારે હોય છે અને તેમ કરી આજે, કાલે કે પરમ દહાડે પિતાના મહાન ઉપકારી માતાપિતાને પણ વિશ્વાસઘાત કરનાર બને છે, તે પછી પારકા જીને વિશ્વસનીય કેવી રીતે બનશે ? જીભ ઇન્દ્રિયના ગુલામેને અભય, અપેય અને અવાચ્ય ભાષા બોલવામાં વિવેક રાખતાં કેઈએ જોયા નથી. તેવી રીતે આંખ કે કાન ઈન્દ્રિયેના ગુલામોને પરમાત્મા સાથે પણ સંધિ નથી થતી તે બીજાઓ સાથે સંધિ કરશે તેમાં ખાત્રી શું ? આવી રીતે કોધા માનવ કેઈને જિગર-દસ્ત બનતે નથી મદા માનવને વડિલે પ્રત્યે પણ અણગમે થતાં અવિનયી બનતાં વાર નથી લાગતી. માયાવી અને લેભી માનવ પણ ગમે ત્યારે ગમે તેને દ્રોહી બની શકે છે. આ કારણે અરિહંત પરમાત્માઓએ અસંયમભાવ તથા તેવી પ્રવૃત્તિઓ અને ચેષ્ટાઓને પણ પ્રાણાતિપાતને પર્યાય કહ્યો છે. 15. કટક મર્દન :-કટક એટલે પિતાના તાબામાં રહેલા સશસ્ત્ર સૈનિકેવડે અથવા પોતાના હાથમાં રહેલી લાકડી, છરી, ચપુ, તલવાર કે બંદુક, છેવટે નેતરની સોટીવડે બીજા જીને સંતાપવા, પીડિત કરવા, ધમકાવવા કે તેમનું ઉપ