________________ 44 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જે ભવનાં આંટા ઓછા કરવા હોય તે તારા વિવેકહીન, ઉપગશુન્ય, દયાભ્રષ્ટ અને અજ્ઞાનના કારણે પર જીને વિદ્યમાન શરીર છેડાવી બીજો અવતાર પ્રાપ્ત કરાવવામાં તું ક્યારેય નિમિત્ત બનીશ નહિ. સારાંશ કે પરજીની મશ્કરી કે હનન કરવા માટે તારૂં જીવન ઉપયુક્ત કરીશ નહિ. 18. દુર્ગતિ પ્રપાત:- બીજા ને ઘાતક બનતે માનવ પિતાની જાતને જ નરકગતિ તરફ પ્રસ્થાન કરાવવાને માર્ગ સરળ બનાવે છે. અથવા દુર્ગતિ પ્રાપ્ત કરાવવામાં જીવહિંસા મુખ્ય કારણ છે. અનાદિ કાળથી આપણે આત્મા મેહમાયાવશ બનીને પરઘાતક, પરદ્રોહક અને પરનિંદક બનતે આવ્યા છે. તે કારણે તે તે પાપ સંસ્કારોને ત્યાગ કરે તે જ સાચી વિદ્યા છે. આમ સમજીને ધીમે ધીમે સમ્યક્રચારિત્રને પોતાના જીવનમાં ઉતારે તે પૂર્વભવીય કુસંસ્કારે પોતાની મેળે જ નાશ પામતા જશે. અન્યથા શરીર, મન અને વચનમાં રહેલી હિંસાજન્ય ચંચલતા, દ્વેષને અંત નહિં આવતાં જીવ માત્રને દુર્ગતિની મુસાફરી જ ભાગ્યમાં રહેશે. કદાચ થોડા ઘણા પુણ્ય કર્મોને લઈ દેવલોકમાં જવાનું થાય, તે પણ ત્યાંય હિંસકભાને ઉદ્ભવ નકારી શકાય ન હોવાથી તેઓ પિતાને દેવભવ પૂર્ણ કરીને પાછા દુર્ગતિ તરફ જવા સિવાય વચ્ચે એકેય સગતિનું સ્ટેશન તેમના ભાગ્યમાં નથી. 19. પાપકે ૫:–ભવભવાન્તરમાં સંચિત કરેલી અપુણ્ય કર્મોની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને વૃત્તિઓનું પિષણ