________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 41 માણસ કે પશુ પણ વિના મતે મરવા ઈચ્છતું નથી. તેમ છતાં સબળ પ્રાણ નિર્બળને મારતે, સતાવતે, પીડતે, રેવડાવતે અને ત્રાસ દેતે આવ્યા છે, તેથી તેને પ્રાણવધક કહેવાય છે. બીજા અને આયુષ્યકમને ઉપદ્રવિત કરે, ભેદિત કરે, ખતમ કર, તેને ટૂંકાવી દેવે ઈત્યાદિ પ્રાણવધે જ કહેવાય છે. આપણું શરીર પર કઈ પત્થર મારે, છો કે તલવાર મારે, કે ગળું કે આંખ દબાવે તે પીડાકારક હવાથી આપણને ગમતું નથી. તેવી રીતે બીજા જના આયુષ્યની મશ્કરી કરવી અથવા પગવડે તેમને ચગદવા, હાથથી મારી નાખવા આદિ ક્રિયાઓ કઈ પણ જીવને ન ગમે તે સ્વાભાવિક છે. પારકાનું ધન-પુત્ર પરિવાર, સ્ત્રી અને છેવટે તેના માનમરતબાને હાનિ પહોંચાડવાથી પણ તે જીવને મરણ તુલ્ય વેદનાઓ ભેગવવી પડે છે. ફળસ્વરૂપે તેમના આયુષ્ય ટૂંકાઈને અકાળે મૃત્યુને શરણ થાય છે. સૂર અથવા મીઠી મશ્કરીના કારણે પણ બીજા ને મૃત્યુ જેવી પીડાને અનુભવ થાય છે. જેમની સ્ત્રી કે ધન હરાઈ ગયું છે તેઓને પણ રીબાતા અને નિસાસા નાખતા આપણે જોઈએ છીએ. તેથી જિનેશ્વર દેએ ઇન્ડિયાના કે કષાયોના ગુલામ બનેલાએને જીવવધક કહ્યાં છે. 13. મૃત્યુ -બીજા જીવોને અંશતઃ કે સર્વતઃ મૃત્યુના શરણે પહોંચાડી દેવાવાળા માનવને પ્રાણવધક કહ્યો છે. ફળરવરૂપે આવા છે ભવભવાંતરમાં પણ ચારે દિશાઓથી ભયગ્રસ્ત બનીને વિના મોતે મરે છે.