________________ 40 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે મનાય તેવી વાત છે. આ કારણે જીવ માત્રને જ્યારે પિતાના માનસિક વાચિક અને કાયિક બળ પ્રત્યે માયા રહેલી છે ત્યારે તે તેમને લાખ રૂપિયાનું સુવર્ણ, ઝવેરાત આપે કે મર્યા પછી તમારા માટે દેવકની અપ્સરાઓ તૈયાર છે તેવા પ્રલેભનેથી તેઓ ભેળવાઈ જાય તેમ નથી, કેમકે-“જીવનાશા ગરીયસી.” સંસારની આવી સ્થિતિ નિયત હોવા છતાં પણ સ્વાર્થવશ કે જીભની લાલસાવશ, અથવા લાખ રૂપીઆની કમાણીના કારણે, નાના-મોટા, ચારપગા કે બે પગ જીવને મારવા, તથા જંગલના વૃક્રેને વેચાતા લઈ તેના કોલસા પડાવી તેને વ્યાપાર કરે પાપ છે. પિતાના હાથ નીચે કામ કરનારા નેકરને વિના અપરાધે ધમકાવવા, ગાળે ભાંડવી, નેકરીથી રજા આપવી ઇત્યાદિ જોહુકમીપૂર્વકનું વર્તન, પાપ અને શાપને દેનારૂં હોવાથી મહાપાપ છે. 11. આરંભ સમારંભ :–જે જીને આરંભ (વિનાશ) કરાય તેને આરંભ અર્થાત્ જીવ કહેવાય છે, તેમને ઉપમ કરે તે આરંભ સમારંભ છે. અથવા આરંભ એટલે ખેતીવાડી, હાટ-હવેલી આદિના નિર્માણવડે જીવને ઉપમદ કરે તે આરંભ સમારંભ છે, અથવા નાના મોટા અને જુદા જુદા પ્રકારે સતાવવા-ત્રાસ દે તે આરંભ સમારંભ છે. 12. આયુષ્યોપદ્રવ:-વિષ્ટાના કીડા, ઝાડ માત્રના ડાળ તથા પાંદડા આદિમાં રહેલા જીથી લઈને ઘેટા-બકરા, સાપ, વાઘ, મરઘા આદિના અનંત જીવોને પિતાના આયુષ્યને નાશ ઈચછનીય નથી. ભયંકર રોગમાં સપડાઈને રીબાતે