________________ ( ' ' શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 29 શક્તિ હોવા છતાં પણ તે પિતાના માટે કંઈ પણ કરી શકતા નથી. 15. અન્યાય -પ્રાણીઓના પ્રાણઘાતક માનવે સદૈવ ન્યાયભ્રષ્ટ થયેલા હોવાથી તેમની પ્રત્યેક ક્રિયાઓ ન્યાયનીતિ અને સત્યરહિત હોય છે. માટે હિંસાના કાર્યોમાં મશગુલ બનેલા માનની-જીવની નીતિ ન્યાયવાળી હતી નથી. તેઓ બીજાઓને નીતિની વાત ભણવશે પણ પિતે કેરા ધાકર જેવા જ રહેવા પામે છે. 16. નિરપક્ષ:-તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાથી સામે વાળાઓની આંખ, કાન, જીભ, નાક, શ્વાસોશ્વાસ, પ્રાણ ઉપરાંત તેમની પવિત્ર વૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું હનન થશે. આવી વિચારણું સુંધા પણ તેમનામાં હોતી નથી, અથવા હિંસકવૃત્તિ તથા પ્રવૃત્તિ કરનારા માનમાં પિતાની અને પારકાની પરલેક હિત ભાવના પણ હોતી નથી. 17. નિર્ધમ્મ:-મન-વચન અને કાયાથી હિંસક સ્વરૂપી આત્માઓ સમ્યગજ્ઞાન તથા ચારિત્રરૂપી ધર્મને મેળવવામાં પણ ઉદાસીન, પ્રમાદી અને આકાંક્ષા વિનાના હોય છે. અહિંસા ધર્મની આરાધના કરવા માટે ખાનદાની મળી છે પણ તે અનાર્યોના સંસર્ગમાં આવીને હિંસક માગે–પાપના રસ્તે જવાનું પસંદ કરે છે. પૂર્વના પુણ્યદયે દૂધ રોટલા ખાઈ શકે તેટલી કમાણી હેવા છતાં પણ અમેરિકાનું સુવર્ણ મારી પાસે આવી જાય તેવી નિરર્થક અને નિષ્ફળ ભાવનાએમાં જીવનને અસંયમિત જ રાખે છે.